રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ મનપામાં 5, વડોદરા મનપા, સુરત ગ્રામ્યમાં 3-3, ભાવનગર ગ્રામ્ય, કચ્છ, સુરત મનપામાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે પાંચ મનપા ભાવનગર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ અને રાજકોટ મનપા તથા 30 જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓ સાજા થયા છે, આમ સાજા થવાનો દર 98.76 ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,091 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલમાં 160 એક્ટિવ કેસ છે. તેમાંથી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે, અને 155 દર્દીઓ સ્ટેબલ છે. કોરોનાથી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,079 દર્દીઓનાં મૃત્યું નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યમાં મંગળવારે સાંજે ચાર વાગ્યા સુધીમાં 4,63,036 વ્યકિતઓને રસી આપવામાં આવી આજે 15 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 5,085ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 78,957ને પ્રથમ અને 67,802ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 2,42,081 અને બીજો ડોઝ 69,096ને અપાયો હતો. આમ કુલ 4,63,036 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 4,36,31,533 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Related Articles
કોરોનામાં શહિદ ચીખલીના નર્સના પરિવારને 50 લાખનો ચેક અર્પણ
કોરોનાના કપરાકાળમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા સામૂહિક કેન્દ્રમાં ફરજ બજાવતા, અનેક દર્દીઓની સેવા કરનારા સ્ટાફ નર્સ સ્વ.મુક્તિબેનનું કોરોનાના કારણે દુઃખદ નિધન થતા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા મૃતકના પરિવારને રૂ.૫૦ લાખનો ચેક અર્પણ કરાયો હતો. આજે સાંસદશ્રી અને પક્ષના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે સ્વ.મુકિતબહેનના પરિવારજનોને ધનરાશિ અર્પણ કરી આર્થિક સધિયારો આપવાં સાથે સાંત્વના પાઠવવામાં […]
સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળાં બજાર કરતા 6 ઝડપાયા
સુરત પોલીસે શહેરના ગોડાદરા વિસ્તારમાંથી રેમડેસિવિર ઇન્જેક્શનના કાળાબજાર કરતાં છ લોકોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 12 રેમડેસિવિર ઇન્જેક્શન મળી આવ્યા હતા. આ કાંડમાં સંડોવાયેલા કલ્પેશરણછોડભાઈ મકવાણા (ઉ.વ. ૨૩ રહે : એ -૩૮૬ સીતારામ સોસાયટી અર્ચના સ્કુલ પાસે પુણાગામ),(ઉ.વ : ૨૧ રહે . ઘર નં : ૭૧ મુક્તિધામ સોસાયટી પુણાગામ),શૈલેષભાઈ જશાભાઈ હડીયા (ઉ.વ. ૨૯ રહેઃ […]
કોરોનાથી સૌથી નાની વયના બાળકનું સુરતમાં મોત
મોટાવરાછા ખાતે ડી-માર્ટ પાસે આવેલી ભવાની હાઇટ્સમાં રહેતા અને એમ્બ્રોઇડરી મશીનનું કારખાનું ચલાવતા ભાવેશભાઈ કોરાટના 13 વર્ષનો પુત્ર ધ્રુવ રવિવાર સુધી સ્વસ્થ હતો. તેને કોરોનાનાં જે સામાન્ય લક્ષણો છે એવાં કોઈ નહોતાં અને તેણે કોઈ તકલીફ થઈ રહી હોવાનું પણ કહ્યું ન હતું. રવિવારે બપોર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલે લઈ જવાયો […]