વીસ્પી ખરાદીએ બીએસએફના જવાનોને ટ્રેનિંગ આપી

સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ BSFના ડાયરેકટર જનરલ રાકેશ અસ્થાનાની પહેલથી દેશની સીમાઓ ઉપર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોને રેનશિ વિસ્પી ખરાદી અને હાનશી મેહુલ વોરાની ટીમ દ્વારા માર્શલ આર્ટની ટ્રેનિંગ આપવામાં આવી છે. ઝારખંડની રાજધાની રાંચીના હજારી બાગ અને મધ્યપ્રદેશના ગ્વાલિયરના ટેકનપૂર ખાતે આવેલા BSFના ટ્રેનિંગ કેમ્પમાં કમાન્ડોને ઇઝરાઇલની મીલીટરી દ્વારા અપાતી ‘ક્રાવ માગા’ ટ્રેનિંગ વિસ્પી ખરાદી અને મેહુલ વોરા દ્વારા આપવામાં આવી છે. બંને કેમ્પમાં કુલ 86 કમાન્ડો અને અધિકારીઓને આ ટ્રેનિંગ આપવામાં આવી છે.
આ અંગે રેનશિ વિસ્પી ખરાદીએ જણાવ્યું હતું કે, બીએસએફના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાના કે જેઓ સુરત પોલીસ કમિશનર તરીકે રહ્યા હતા અને તે દરમિયાન અદ્યતન CCTV નેટવર્ક તથા ટ્રાફિક બ્રિગેડ જેવી સામાજિક સુરક્ષા ઉપલબ્ધ કરાવી હતી. અદ્યતન સેલ્ફ ડિફેન્સ ટેકનીક્સ તથા ધનિષ્ઠ મીલીટરી ટ્રેનિંગના અગ્રણી એવા રાકેશ અસ્થાનાએ શહેર પોલીસ અધિકારી તથા મહિલા આત્મરક્ષાની ટ્રેનિંગ પણ શહેરના જાણીતા મિક્સ માર્શલઆર્ટ ટ્રેઈનર રેનશિ વિસ્પી ખરાદી તથા તેમના પ્રશિક્ષકો દ્વારા પૂરી પાડવામાં આવી હતી.

BSFના જવાનોને ટ્રેનિંગ વિશે જણાવ્યું હતું કે રવિ ગાંધી આઈજી (BSF) ટ્રેનિંગ તથા ડિરેક્ટર જનરલ (BSF)સાથે રાકેશ અસ્થાના એ (BSF) જવાનોને કમાન્ડોની વિશિષ્ટ પ્રકારની ઇઝરાઇલીયન મીલીટરી ટ્રેનિંગ કે જે ”ક્રાવ માગા” (Krav Maga) તરીકે ઓળખાય છે તે તથા kudo – જાપાનીઝ મિક્સ માર્શલ આર્ટની સચોટ ગણી ગણાતી ટ્રેનિંગ આપી (BSF)ના દળને વધુ સુસજ્જ કરવાનું બીડું ઝડપ્યું છે. જેની તમામ જવાબદારી રેનશિ વિસ્પી ખરાદીને સોંપી છે. જે અંતર્ગત સૌપ્રથમ વિસ્પી ખરાદી તથા તેમના બે ચુનંદા પ્રશિક્ષકો બ્લૅકબૅલ્ટ સેનસાઇન ગુલામ મોઇનુદ્દીન મલેક તથા સેનસાઈ ચિંતસિંગ રાઠોડ, ટેકનપૂર ગ્વાલિયર મધ્યે આવેલ( BSF) ના ટ્રેનિંગ કેમ્પ ખાતે જવાનો તથા કમાન્ડોને ફેજ-1ની ટ્રેનિંગ એક અઠવાડિયા સુધી આપી હતી. ત્યારબાદ તાજેતરમાં હજારીબાગ રાચી ખાતે આવેલ BSF ટ્રેનિંગ કેમ્પ પણ ઉચ્ચ કક્ષાની ક્લોઝ કવોટર કોમ્બેટ (Combat) દુશ્મનો સાથે હાથો હાથની નિર્ણાયક ગણાતી લડાઈ તથા અત્યંત વિષમ પરિસ્થિતિમાં મિક્સ માર્શલ આર્ટ KUDO ની જાપાનીસ ટેક્નિક વડે દુશ્મનને મહાત કરવાની નવતર પ્રકારની મીલીટરી ટ્રેનિંગ નો સમાવેશ થાય છે. આ ટ્રેનિંગમાં દુશ્મનના વાઇટલપાર્ટમાં સમયસર ઘા કરવાની ટેકનીક શીખવવામાં આવે છે.

જેમાં BSFના કમાન્ડો તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે 50 જવાનો એ ભાગ લીધો હતો. આ પ્રસંગે BSF કમાન્ડો સંજયકુમારે જણાવ્યું હતું કે, વિસ્પી ખરાદીએ એ ખૂબ જ ખંત અને કૌશલથી તેમના કમાન્ડો અને અધિકારીઓને વિશિષ્ટ પ્રકારની ઇઝરાઇલીયન તથા જાપાનીઝ KUDOની ટેકનીકના નિર્ણાયક તબક્કામાં ટ્રેનિંગ આપી BSF ના જવાનોએ કમાન્ડોને વધુ આત્મવિશ્વાસની અપ્રતિમ શક્તિ અને જોશનું નિરૂપણ કર્યું છે. ઇઝરાઇલયન ટેક્નિક”ક્રાવ માગા” (Krav Maga) મિક્સ માર્શલ આર્ટ KUDO વડે થયેલા BSFના જવાનો અને કમાન્ડોમાં એક અપ્રતિમ શૌર્ય વ્યૂહાત્મક કોમ્બિનેશન અને દેશ પ્રત્યે જાનફેસાનીનું નિરૂપણ કરશે. તેથી વિશ્વના શ્રેષ્ઠ ગણાતા આર્મીમાં ઇઝરાઇલીયન મિલિટરી ટેકનિક વડે સુસજ્જ ભારતીય સૈન્યની હરોળમાં BSFના જવાનોને અને કમાન્ડો સ્થાન પામશે.ગલવાન હાઈટ્સ-લડાખ અને અરૂણાચલ તથા કાશ્મીર જંબુ બીએફની શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે તે પ્રકારનું પ્રકારનું પરીક્ષણ BSFને વધુ સચોટ અને અસરકારક બતાવશે અહીં ઉલ્લેખનીય છે કે વિસ્પી ખરાદી કૂડો એસોશિયનના જનરલ સેક્રેટરી છે અને ભારતના 29 રાજ્યોમાં તેઓ ફૂડોનું સંચાલન કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *