સંસદમાં વિપક્ષનું વલણ ચિંતાજનક : નરેન્દ્ર મોદી

પેગાસસ મુદ્દે વિપક્ષના વિરોધ પ્રદર્શનથી સંસદની કાર્યવાહી અટકી ગઈ હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમના ભાષણના કાગળો ફાડવા અને બિલ પસાર કરવાના માર્ગ પર ‘અપમાનજનક’ ટિપ્પણી કરવાના આચરણ અંગે નિંદા કરી હતી. તેમણે વિપક્ષ પર વિધાનસભા અને બંધારણનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો.ભાજપના સંસદીય દળની બેઠકમાં મોદીના ભાષણ અંગે માહિતી આપતા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાને કેટલાક વિપક્ષી સભ્યોના આચરણ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે, જેમને કાગળો ફાડીને ફેંકી દીધા હતા અને તેઓને આ અંગે કોઈ પસ્તાવો પણ નથી. આ તેમનો ઘમંડ દર્શાવે છે. એમ મોદીએ કહ્યું અને તેમની પાર્ટીના સભ્યોને સંયમ જાળવવા કહ્યું હતું.જ્યારે રાજ્યસભામાં ટીએમસીના એક સભ્યએ પેગાસસ મુદ્દે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવનું નિવેદન ફાડી નાખ્યું હતું. ત્યારે વિપક્ષના ઘણા સભ્યોએ લોકસભામાં કાગળો ફાડીને તેને હવામાં ઉછાળ્યા હતા.

જોશી અને અન્ય કેન્દ્રીય મંત્રી વી મુરલીધરણે ટીએમસીના સભ્યનું નામ લીધા વગર જણાવ્યું હતું કે, ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રાયન દ્વારા સંસદમાં બિલ પસાર કરવાની રીતની ટીકા કરતા એક ટ્વિટ અંગે પણ મોદી નારાજ છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, પ્રથમ 10 દિવસમાં મોદી-શાહે ઝડપી કાર્યવાહીના માધ્યમે સરેરાશ સાત મિનિટ પ્રતિ બિલના સમયાંતરે 12 બિલ પસાર કર્યા હતા. તેઓ બિલ પસાર કરે છે કે પાપડી ચાટ બનાવે છે! આ અંગે મુરલીધરણે મોદીને ટાંકીને જણાવ્યું હતું કે, આ પ્રકારની ટિપ્પણી સંસદીય પ્રક્રિયા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના સન્માન માટે ‘અપમાનજનક’ છે. જોશીએ વડાપ્રધાનને ટાંકીને કહ્યું કે, વિપક્ષનું વર્તન સંસદ અને બંધારણ માટે ‘અપમાન’ છે. મોદીએ તેમના પર ‘બિનલોકશાહી’ વલણ રાખવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેઓ અર્થપૂર્ણ ચર્ચા માટે ઉત્સુક નથી. વિપક્ષે પેગાસસ જાસૂસી અંગે ચર્ચાની માંગણી સાથે સંસદની કાર્યવાહી અટકાવી દીધી હતી, આ મુદ્દાને સરકાર દ્વારા બિનજરૂરી ગણાવવામાં આવ્યો હતો. બેઠકમાં મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેમની સરકાર લોકો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા પૂરી કરવા માટે કોઈ બાંધછોડ કરશે નહીં. તેમણે ઉમેર્યું કે, બિલ સરકારના નથી પણ લોકોના કલ્યાણ માટે જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *