કેન્દ્ર સરકાર સાથે સતત ઘર્ષણમાં રહીને ચર્ચામાં રહેનારી મમતા બેનર્જીએ વિપક્ષી દળોમાં રહેલા મુખ્યમંત્રીઓને સાથે આવવા માટે અપીલ કરી છે. આ તમામને તેમણે કેન્દ્ર સરકાર સામે અવાજ બુલંદ કરવાનું આહવાન કર્યું છે. તેમણે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની મશહુર ફિલ્મ શોલેના ગબ્બરસિંગના ડાયલોગ બોલતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીઓએ એકજૂટ થઇને નિરંકુશ સરકાર સામે અવાજ ઉઠાવવો જોઇએ. તેમણે કહ્યું કે જે ડરે છે તે જ મરે છે. મોદી પર આડકતરી રીતે શાબ્દિક હુમલો કરતાં તેમણે જણાવ્યું હતું કે, અમે તેમની ધમકીઓથી ગભરાતા નથી. બંગાળે ક્યારેય હારવાનું નથી શિખ્યું. અમે હંમેશા માથું ઊંચકીને ચાલીએ છીએ અને ભવિષ્યમાં પણ ચાલતા રહીશું.
