દરવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રા પર નીકળે છે. જોકે લોકવાયકા મુજબ રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાનને એકાંત રાખવાની એક પરંપરા છે. આ દિવસોમાં તેઓ બીમાર હોવાથી તેમને અલગ અલગ ભોગને બદલે ઔષધિ આપવામાં આવતા હોવાની પણ લોકમાન્યતા છે. જે કોરોના સાથે ઘણી સુસંગત છે. એવી માન્યતા છે કે, જેઠ માસની પૂનમે ખૂબ જ ગરમી હોવાથી તેમને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. તે દિવસે ખૂબ ગરમી હોવાથી તેમને તાવ આવે છે. જેથી તેમને એકાંતમાં રાખવામાં આવે છે. જેમ કોરોનામાં દર્દીનું ધ્યાન રખાય છે તે રીતે ભગવાનને પણ સાત્વિક ભોજન આપવામાં આવે છે. તેમને મગની દાળના લાડુ, તુલસીના પાન, લીમડાનો રસ તેમજ ઉકાળો આપવામાં આવે છે. ત્યારે અમરોલીના લંકા વિજય મંદિરમાં ભગવાન જગન્નાથ બીમાર પડતા મંદિરના મહંત સીતારામદાસ બાપુ દ્વારા આજે 11 પ્રકારની આયુર્વેદિક દવા પીવડાવવામાં આવી હતી. ભક્તો દ્વારા ભગવાન આ બીમારીમાંથી સાજા થઇને આ વિશ્વને કોરોનામાંથી મુક્ત કરે તેવી ભગવાન જગન્નાથને પ્રાર્થના કરી હતી. જોકે ગત વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાનની રથયાત્રા કોરોનાના કારણે નગરચર્યાએ નીકળી ન હતી ત્યારે હાલમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે આગામી અષાઢી બીજે રથયાત્રાની તંત્ર દ્વારા પરવાનગી આપશે કે કેમ જેની ભક્તો રાહ જોઇ રહ્યા છે.
Related Articles
ખેડૂત આગેવાન રાકેશ ટિકેત બે દિવસ ગુજરાતમાં
કૃષિ કાયદા રદ્દ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં ખેડૂત આંદોલનના શરૂ થાય તેવા ભણકારાં વાગી રહ્યાં છે. દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતી કાલે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. જે પાલનપુર અને બારડોલીમાં આયોજિત ખેડૂત સંમેલનને સંબોધશે. અંબાજીમાં દર્શન કર્યા બાદ પાલનપુર ખાતે જાહેર […]
સુરતના ગાંધીબાગમાંથી ચંદનના વૃક્ષની ચોરી
સુરત(SURAT) ના ચોક બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ગાંધી બાગમાં વધુ એક વખત કિંમતી ચંદનના ઝાડની ચોરીની ઘટના પ્રકાશમાં આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. સિક્યુરિટી ગાર્ડની હાજરી વચ્ચે ચંદનના ઝાડની ચોરીને પગલે મનપાનું બાગ ખાતુ દોડતું નજરે પડ્યું હતું. સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી […]
જાણો કયા મંત્રીને કયા ખાતા ફાળવવામાં આવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સા.વ.વિ., વહિવટી સુધારણયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, માહિતી અને પ્રસારણ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો – વિભાગો જ્યારે કેબિનેટ કક્ષાના મંત્રીની વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદી પાસે મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને […]