દક્ષિણના રાજ્યોમાં કોરોનાની ગંભીર સ્થિતિ

કેરળ(KERELA) માં ત્રણ મહિનાના સમયગાળા પછી બુધવારે 30,000થી વધુ વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે ત્યાંનો ટેસ્ટ પોઝિટિવિટી રેટ (ટીઆરપી) વધીને 19 ટકા થયો છે. દક્ષિણના રાજ્યમાં બુધવારે 31,445 નવા કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જ્યારે, વધુ 215 મોત સાથે કુલ મૃત્યુઆંક 19,972 પર પહોંચી ગયો છે. આ અગાઉ કેરળમાં 20 મેના રોજ કોરોના(CORONA)ના નવા કેસનો આંકડો 30,000ને પાર થયો હતો. ત્યારે એક દિવસમાં નવા 30,491 કેસ નોંધાયા હતા. રાજ્ય સરકારના એક રિલીઝ અનુસાર, કેરળમાં બુધવારે ટીઆરપીનો આંકડો 19 ટકાને પાર કરી ગયો હતો. કેરળમાં તાજેતરના ઉછાળાના કારણે કુલ કેસની સંખ્યા વધીને 38,83,429 પર પહોંચી ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે સંક્રમણનો ફેલાવો ઘટાડવા માટે સઘન સ્ક્રિનિંગ કાર્યક્રમની જાહેરાત કરી હતી. રાજ્યમાં ઓણમ તહેવાર પછી તબીબી નિષ્ણાતોએ આગાહી કરી હતી કે, ટીપીઆર 20 ટકાથી આગળ વધશે અને સંક્રમણની સંખ્યામાં વધારો થશે.

27 જુલાઈથી જ્યારે પ્રતિબંધો થોડા દિવસો માટે હળવા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કેરળમાં લગભગ દરરોજ 20,000થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. રિલીઝમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કેરળમાં એક દિવસમાં 20,271 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા હતા. આ સાથે સાજા થયેલા કુલ લોકોનો આંકડો 36,92,628 થઈ ગયો છે. જ્યારે, સક્રિય કેસોની સંખ્યા 1,70,292 નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *