ગુજરાત ફૂટબોલ એસોસિએશનની આજ રોજ અમદાવાદ ખાતે સામાન્ય સભા મળી હતી, જેમાં સુરત ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ દિપકભાઈ દૂધવાળાએ ગુજરાત ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ તરીકે પરીમલ નથવાણીના નામની દરખાસ્ત કરી હતી, જેને સભામાં ઉપસ્થિત તમામ ફૂટબોલ એસોસિએશનના ના પ્રતિનિધિઓએ વધાવી લઇ સર્વાનુમતે અગામી ચાર વર્ષ માટે ૨૦૨૫ સુધી પ્રમુખ તરીકે પરિમલ નથવાણી ની નિમણૂક કરવામાં આવી હતી, ત્યારબાદ તેમની રાહ હેઠળની ટીમમાં સુરત ફૂટબોલ એસોસિએશન ના પ્રતિનિધિ જીગ્નેશ પાટિલ ની ઉપપ્રમુખ તરીકે અને જોઇન્ટ સેક્રેટરી તરીકે કમલેશ સેલર, એક્ઝિક્યુટિવ કમિટિના સભ્ય તરીકે શબ્બીર કુરેશી, જુનિયર ટીમના સીલેકટર તરીકે અનંત સારંગ અને રેફરીના કો-ઓર્ડિનેટર તરીકે એહમદ સુરતીના નામની દરખાસ્ત કરી હતી જેને ગુજરાત ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ પરિમલ નથવાણીએ આવકારી અને તમામ સભ્યોએ ટેકો આપી આ તમામને ઉપરના હોદ્દા ઉપર નિમણૂક આપી છે સુરત ફૂટબોલ એસોસિએશન ગૌરવ વધાર્યું છે.
Related Articles
રાજ્યમાં વાવાઝોડાના કારણે 5000 કરોડનું નુકસાન
ગત તા.૧૭ અને ૧૮મી મેના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે ગુજરાતમાં ૫૦૦૦ કરોડથી પણ વધુનું નુકસાન થવાનો અંદાજ છે. આ નુકસાનનો અંદાજ વધી પણ શકે છે. રાજય સરકારના મહેસૂલ, કૃષિ અને ઊર્જા વિભાગ દ્વારા આ નુકસાનનો અંદાજ મેળવવા માટે આગામી ૧૦થી ૧૫ દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં […]
હવે મ્યુરકરમાઇકોસિસની સાથે ગેંગરીનના કેસ
ગુજરાતમાં મ્યૂકોરમાઈકોસસિસના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે તેની સારવાર માટે ઉપયોગી એવા એમ્ફોટેરિસીન ઈન્જેકશનની તંગીના કારણે દર્દીઓને હાલાકી ભોગવી પડી રહી છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 17330 જેટલા ઈન્જેકશન ફાળવવામાં આવ્યા છે. આ ઈન્જેકશન દર્દીઓને જુદી જુદી સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મ્યૂકોરમાઈકોસિસના 3504 જેટલા કેસો નોંધાયા છે. જયારે આ […]
વોક ઇન વેક્સિનેશન વડા પ્રધાનનો ઐતિહાસિક નિર્ણય : અમિત શાહ
ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને કોલવડા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે જોડાયા હતા. ગૃહ મંત્રી અમિત શાહે આરોગ્ય કેન્દ્રમાં જેમણે વેક્સિન લીધી હતી તેમની સાથે વાતચીત પણ કરી હતી અને લોકોના ખબર અંતર પૂછ્યા હતા. શાહે […]