જમ્મુ-કાશ્મીરના પૂર્વ ગવર્નર જગમોહનનું સોમવારે મોડી રાતે નિધન થયું છે. તેઓ 94 વર્ષના હતા. તેમણે દિલ્હીમાં તેમના અંતિમ શ્વાસ લીધા. જગમોહનના નિધનના સમાચાર પરિવારે ટ્વિટર દ્વારા આપ્યા છે. વડાપ્રધાન મોદીએ પણ ટ્વિટ કરીને જગમોહનને શ્રદ્ધાંજલિ પાઠવી છે. જગમોહન જમ્મુ-કાશ્મીરના ગર્વનર હોવાની સાથે સાથે કેન્દ્રીય મંત્રી પણ રહેલા છે. તેઓ થોડા સમય માટે દિલ્હી અને ગોવાના પણ ઉપરાજ્યપાલ રહ્યા હતા. જગમોહન લોકસભામાં પણ ચૂંટાયા હતા. તેમણે નાગરિક વિકાસ તથા પર્યટન મંત્રી પદનો કાર્યભાર પણ સંભાળ્યો હતો. જગમોહન બે વાર જમ્મુ-કાશ્મીરનું ગર્વનર પદ પણ સંભાળી ચૂક્યા છે. તેઓ 1984-1989 સુધી અને ફરી 1990માં જાન્યુઆરીથી મે સુધી આ પદ પર રહ્યા છે. તેઓ અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી બન્યા હતા.




