આઈપીએસ ઓફિસર ડીઆઈજી ડો. મહેશ નાયક કોરોના સામેની જંગ હાર્યા છે. DIG મહેશ નાયકનું SVP હોસ્પિટલમાં સારવાર દરમ્યાન નિધન થયું છે. ડો. મહેશ નાયક છેલ્લા 12 દિવસથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. ડો. મહેશ નાયકનું વડોદરા પોસ્ટિંગ હતું. અગાઉ તેઓ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં પણ ફરજ બજાવી ચુક્યા હતા. તેઓ વડોદરા આમ્સ યુનિટમાં DIG તરીકે હતા. આમ કોરોનામાં પ્રથમ એવા IPS અધિકારી કોરોના સામે જંગમાં હાર્યા છે.
Related Articles
ફાયર સેફ્ટી એનઓસી મુદ્દે શૈક્ષણિક સંસ્થાઓને રાહત
રાજ્ય સરકારે રવિવારે ફાયર સેફટીના મામલે મહત્વના સુધારાઓ જાહેર કર્યા છે. જે મુજબ રાજ્યમાં ૯ મીટર સુધીની ઉંચાઇ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયર સેફટી NOC લેવાનું રહેશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યા છે, જે મુજબ ૯ મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઇઝમેન્ટ ન હોય […]
અનુપમ આનંદની ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક
રાજ્યમાં આગામી ડિસે.૨૦૨૨માં યોજાનાર ગુજારત વિધાનસભાની ચૂંટણીનું મેનેજમેન્ટ હવે આઈએએસ અનુપમ આનંદ સંભાળશે. કેન્દ્રિય ચૂટણી પંચ દ્વારા પંસદગી કરાયા બાદ આજે અનુપમ આનંદની ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નિમણૂંક કરાઈ છે. અનુપમ આનંદ અગાઉ સરકારમાં સેક્રેટરી આદિજાતિ વિકાસની જવાબદારી સંભાળતા હતા. હવે આદિજાતિ વિકાસ વિભાગની જવાબદારી સામાજીક ન્યાય અધિકારીતા વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને […]
વડતાલ સ્વામિનાયારણ મંદિર દ્વારા ચૈત્રી સમૈયો ઓનલાઇન યોજાશે
વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા તા. ૨૧ એપ્રીલ થી તા. ૨૭ એપ્રીલ સુધી ચૈત્રી સમૈયાનું આયોજન કરવામાં આવેલ છે. આ ચૈત્રી સમૈયો સંપૂર્ણ ઓનલાઇન રહેશે. ચૈત્રસુદ નોમ (રામનવમી) થી ચૈત્ર સુદ પૂર્ણીમા સુધી ઉજવાનારા સાત દિવસીય ચૈત્રી સમૈયા અંતર્ગત ભક્તિચિંતામણી પરચા પ્રકરણ કથાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેના વક્તાપદે શા.સ્વામી પ્રિયદર્શનદાસજી (પીજ) બિરાજી કથાનું રસપાન […]