આસામમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા મુખ્યમંત્રીના નામના સસ્પેન્સનો આખરે અંત આવ્યો છે. ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં રવિવારે હિમંત બિસ્વા સરમાના નામ પર સહમતિ સાધવામાં આવી હતી. હિમંત બિસ્વા સરમા આસામના નવા મુખ્યમંત્રી બનશે. આસામના મુખ્યમંત્રી પદની રેસમાં સર્વાનંદ સોનોવાલ પાછળ રહી ગયા છે. ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનંદ સોનોવાલે જ તેમનું નામ આગળ કર્યું હતું અને સૌએ તેમાં સહમતિ આપી હતી. સર્વાનંદ સોનોવાલની સાથે ભાજપના ધારાસભ્ય નંદિતા ગરસોલાએ હિમંત બિસ્વા સરમાના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો જેમાં બાકીના ધારાસભ્યોએ સહમતિ દર્શાવી હતી.
