જીવલેણ કોરોના વાયરસ મહેન્દ્રસિંહ ધોનીના ઘરે પહોંચી ગયો છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનનાં માતા-પિતા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે, જેમને રાંચીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડોકટરોના મતે, હાલ ધોનીના પિતા પાનસિંહ અને માતા દેવિકા દેવીની હાલત બરાબર છે. ઓક્સિજનનું સ્તર પણ સામાન્ય છે. રાહતની વાત છે કે ચેપ ફેફસામાં પહોંચ્યો નથી. સીટી સ્કેન દ્વારા આ માહિતી મળી છે.
