26 ઓગસ્ટે રાષ્ટ્રિય ખેડૂત સંમેલ યોજવામાં આવશે

દેશભરથી ખેડૂત સંગઠનોના 1500 કરતા વધુ પ્રતિનિધિઓ ભેગા થઈને 26 અને 27 ઓગસ્ટના રોજ યોજનારા રાષ્ટ્રીય સંમેલન દરમિયાન ખેડૂત આંદોલનના વ્યૂહ અંગે ચર્ચા કરશે, એમ ખેડૂત નેતાઓએ કહ્યું હતું. 3 વિવાદીત ખેડૂત કાયદાઓની વિરૂદ્ધ ખેડૂતોના આંદોલનને 9 મહિના પૂર્ણ થવાના અવસર પર આ સંમેલન સિંઘુ બોર્ડર પર આયોજિત કરાશે. ‘અમારા અન્ય કાર્યક્રમોની જેમ રાષ્ટ્રીય સંમેલનમાં બહુ ભીડ અથવા રેલી નહીં હોય. તેની જગ્યાએ દેશભરના ખેડૂત સંગઠનોના 1500 પ્રતિનિધિઓ બે દિવસ માટે સિંઘુ બોર્ડર પર ભેગા થશે જ્યાં તેઓ અમારા વિરોધ પ્રદર્શનને વધુ તીવ્ર બનાવવા વ્યૂહ પર ચર્ચા કરશે, એમ ખેડૂત નેતા અભિમન્યુ કોહારે કહ્યું હતું. સંમેલનનો ઉદ્દેશ્ય દેશભરના ખેડૂતોને એક સાથે લાવવાનો છે, જેથી દરેક ખેડૂત નિર્ણય લેવામાં અને પ્રદર્શનને કઈ રીતે આગળ લઈ જવું છે તે અંગે ચર્ચામાં ભાગ લઈ શકે. સંયુક્ત કિસાન મોર્ચાએ એક નિવેદનમાં કહ્યું હતું કે સંમેલનનો ઉદ્દેશ્ય 3 કાળા કાયદાની વિરૂદ્ધ અને દરેક પાકના લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય બાંહેધરી માટે અખિલ ભારતીય ચળવળને વધુ તીવ્ર બનાવવાનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *