રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ 2022માં લેવાશે. ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી તા 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. જ્યારે તા 27 જાન્યુઆરી થી 2 ફેબ્રુ.2022 દરમ્યાન બીજી કસોટી લેવામાં આવશે. તેવી જ રીતે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ 2022માં લેવાશે. જ્યારે ધોરણ 10 અને 12ની સૈદ્ધાતિક અને પ્રાયોગિક પરીક્ષા 9 થી 11 ફેબ્રુઆરીએ લેવાશે. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 11 થી 21 એપ્રિલ 2022 યોજાશે.શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન તેમજ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે. કેલેન્ડર મુજબ પ્રથમ સત્ર 118 દિવસનું,બીજું સત્ર 130 દિવસનું રહેશે. જ્યારે નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022થી શરૂ થશે.
Related Articles
સૌરાષ્ટ્રના ગોંડલમાં 5 ઇંચ વરસાદ, મહારાષ્ટ્રની કેટલીક ટ્રેન રદ
રાજયમાં ફરીથી મોનસુન સિસ્ટમ સક્રિય થઈ ગઇ છે. જેના પગલે આજે શનિવારે રાજયમાં 81 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યા હતાં. ખાસ કરીને રાજકોટ નજીક ગોંડલમાં ગાજવીજ સાથે 5 ઈંચ વરસાદ થયો છે. રાજકોટ સિટીમાં પણ ધોધમાર વરસાદ થયો હતો. ભારે વરસાદના પગલે ગોંડલ અને રાજકોટમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યુ હતું. ગોંડલમાં […]
રાજ્યમાં એક જ દિવસમાં આઠ લાખનું રેકોર્ડબ્રેક વેક્સિનેશન
રાજ્યભરમાં કોરોના વેક્સિન(VACCINE) આપવાની ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી છે. ઓગસ્ટ મહિના દરમિયાન સરકારે સમગ્ર રાજ્યમાં વેક્સિનના ૧ કરોડ ડોઝ અપવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જેની સામે ૧ કરોડ ૩૪ લાખ ડોઝ આપવાની વિક્રમજનક કામગીરી કરવામાં આવી છે. રાજ્યમાં ૩૧ ઓગસ્ટ મંગળવારે એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં ૮ લાખથી વધુ રસીના ડોઝ અપાયા છે, આમ રાજ્યમાં એક […]
આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, ધોરાજીમાં 6 ઇંચ
બંગાળના અખાત પરથી સરકીને ગુજરાત તરફ આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં હવે આગામી 5 દિવસ દરમ્યાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 40 લાખ હેકટરમાં ખરીફ મોસમનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં હતા.આજે દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 72 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને રાજકોટના […]