એક મહત્વપૂર્ણ ચુકાદામાં જમ્મુ-કાશ્મીર હાઈકૉર્ટે એવો નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું એ રાષ્ટ્રગીતનો ‘અનાદર’ ગણી શકાય છે, પરંતુ તે ગુનો નથી. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકો સામે રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું અથવા ઊભા થવું પરંતુ તેનું ગાન ન કરવા અંગે નોંધાયેલા કેટલાક કેસોને અસર થઈ શકે છે. કૉર્ટે જમ્મુ પ્રાંતના એક લેક્ચરર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને પણ રદ કરી દીધી હતી. તેમની વિરુદ્ધ 2018માં કૉલેજના એક કાર્યક્રમમાં રાષ્ટ્રગીત માટે ઊભા ન થવાનો આરોપ હતો. આ અંગે જસ્ટિસ સંજીવ કુમારની સિંગલ બૅન્ચે જણાવ્યું હતું કે, રાષ્ટ્રગીત માટે ઊભા ન રહેવું એ રાષ્ટ્રીય સન્માન અધિનિયમ હેઠળ ગુનો નથી. અધિનિયમની કલમ 3નો સંદર્ભ આપતા ન્યાયાધીશે અવલોકન કર્યું હતું કે, કાયદો માત્ર તે જ વ્યક્તિના વર્તનને દંડ કરે છે જે રાષ્ટ્રગીતના ગાનને અટકાવે છે અથવા આ પ્રકારનું ગાન કરતી કોઈ સભામાં ખલેલ પહોંચાડે છે. કૉર્ટે કહ્યું કે, ‘આ પ્રકારે, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રાષ્ટ્રગીતના ગાન વખતે ઊભું ન થવું અથવા રાષ્ટ્રગીત દરમિયાન ચૂપ રહેવું તે રાષ્ટ્રગીતનો અનાદર હોય શકે છે, પરંતુ તે ધારા 3 હેઠળ કોઈ ગુનો નથી.’ હાઈકૉર્ટે એમ પણ કહ્યું હતું કે, રાષ્ટ્રગીત પ્રત્યે આદર એ ભારતના બંધારણ હેઠળ જણાવેલ મૂળભૂત ફરજોમાંની એક છે. પરંતુ આ ફરજો કાયદા દ્વારા લાગુ કરી શકાતી નથી અને આ પ્રકારની ફરજોનું ઉલ્લંધન રાજ્યના કોઈ પણ દંડનીય કાયદા હેઠળ ગુનો નથી.
Related Articles
જાણો, મોદીએ ઓસ્ટ્રેલિયન અને જાપાનના વડા પ્રધાનને શું ભેંટ આપી?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી ઉપપ્રમુખ કમલા હેરિસને તેમના દાદા, કે જેઓ એક સરકારી અધિકારી હતા, તેમને લગતા જૂના જાહેરનામાઓની એક નકલ, એક લાકડાની હાથે બનાવેલી ફ્રેમ અને મીનાકારીવાળી શતરંજના સેટની ભેટ તેમની પ્રથમ રૂબરૂ મુલાકાત દરમ્યાન આપી હતી એમ સરકારી સૂત્રોએ આજે જણાવ્યું હતું. ગઇકાલે વ્હાઇટ હાઉસ ખાતે જયારે વડાપ્રધાન મોદી ઉપપ્રમુખ કમલા હેરિસને મળ્યા […]
મહારાષ્ટ્રમાં લોકડાઉન 15 દિવસ લંબાવાશે
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ રોકવા માટે હાલના લોકડાઉન જેવા પ્રતિબંધો લંબાવામાં આવ્યા છે. આ પ્રતિબંધો 30 એપ્રિલથી 15 દિવસ વધારવામાં આવશે. એમ આરોગ્યમંત્રી રાજેશ ટોપે બુધવારે જણાવ્યું હતું.રાજ્યમાં લોકોની હરવા ફરવા પરના કડક અંકુશ અને અન્ય પ્રતિબંધો 14 એપ્રિલથી અમલમાં છે અને તે 30 એપ્રિલના રોજ પૂર્ણ થવાના હતા. કેબિનેટની બેઠક બાદ ટોપેએ કહ્યું કે, પ્રતિબંધોના […]
યુપીમાં ત્રણ બાળક હોય તો સરકારની નોકરીમાં પ્રમોશન નહીં મળે
સૂચિત વસ્તી નિયંત્રણ ખરડાના મુસદ્દા પ્રમાણે ઉત્તર પ્રદેશમાં બે બાળકોની નીતિનો ભંગ કરનાર કોઇ પણ વ્યક્તિને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ લડતા અટકાવવામાં આવશે, તેમને સરકારી નોકરી માટે અરજી કરવા નહીં દેવાય કે સરકારી નોકરીમાં બઢતી નહીં મળે અને કોઇ પણ પ્રકારની સરકારી સબસીડી પણ તેમને પ્રાપ્ત કરવા નહીં દેવાય. ઉત્તર પ્રદેશ રાજ્ય કાયદા પંચ(યુપીએસએલસી) જણાવે છે […]