ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર પ્રાણીઓ સુધી પણ પહોંચી ચુકી છે.કોરોનાના કારણે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા હોવાના અહેવાલો વચ્ચે ભારતમાં બનેલી પહેલી ઘટનામાં હૈદ્રાબાદ ઝૂના આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા છે. અહીંના નહેરુ ઝૂલોજિકલ પાર્કમાં 8 એશિયાટિક લાયન કોરોના પોઝિટિવ હોવાનુ બહાર આવ્યુ છે.એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ઝૂના અધિકારીઓએ આ વાતનુ સમર્થન કર્યુ છે.તમામ સિંહનો આરટી પીસીઆર રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જેમાં તેઓ પોઝિટિવ આવ્યા છે.જોકે સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલિજી દ્વારા હજી સુધી સિંહના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ હોવાનુ કહેવાયુ નથી. રિપોર્ટ પ્રમાણે સેન્ટર દ્વારા હજી આ સેમ્પલોની જિનોમ સિક્વન્સિંગ દ્વારા ડિટેલમાં તપાસ કરવામાં આવશે.જેથી ખબર પડી શકે કે , સિંહો સંક્રમિત થયા છે તો પણ માણસોથી થયા છે કે, બીજી કોઈ રીતે.ઈન્સ્ટિટ્યુટે અધિકારીઓને સતર્ક રહેવા અને સિંહોનો વહેલી તકે ઈલાજ શરુ કરવા માટે સૂચના આપી છે.
