રાજ્યમાં કોરોનાની પકડ હવે ઢીલી થઈ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા કેસની સંખ્યા 10,000ની અંદર નોંધાયા છે. શુક્રવારે નવા 9,995 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં 15 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય 104 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 8944 થયો છે. શુક્રવારે અમદાવાદ શહેરમાં 15, સુરત શહેરમાં 9, સુરત ગ્રામ્યમાં 4, વડોદરા શહેરમાં 6, વડોદરા ગ્રામ્યમાં 4, રાજકોટ શહેરમાં 5, રાજકોટ ગ્રામ્યમાં 5, જામનગર શહેરમાં 6, ભાવનગર શહેરમાં 3, જૂનાગઢ શહેરમાં 2, જૂનાગઢ ગ્રામ્યમાં 6, કચ્છમાં 3, મહેસાણામાં 2, સહિત કુલ 104 દર્દીઓએ જીવ ગુમાવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં 2764, સુરત શહેરમાં 631, વડોદરા શહેરમાં 639, રાજકોટ શહેરમાં 316, ભાવનગર શહેરમાં 201, ગાંધીનગર શહેરમાં 98, જામનગર શહેરમાં 242 અને જૂનાગઢ શહેરમાં 244 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 219, જામનગર ગ્રામ્યમાં 151, વલસાડમાં 109, મહેસાણામાં 338, વડોદરા ગ્રામ્યમાં 429 નવા કેસ નોંધાયા છે.
