ગયા અઠવાડિયે વૈશ્વિક સ્તરે આશરે 40 લાખ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જે બે મહિનાથી વધુ સમયમાં નવા નોંધાતા કેસમાં પ્રથમ મોટો ઘટાડો દર્શાવે છે. એમ ડબલ્યુએચઓએ કહ્યું હતું.તાજેતરના અઠવાડિયામાં લગભગ 44 લાખ નવા કોરોનાના કેસ નોંધાયા હતા. મંગળવારે પ્રકાશિત થયેલા સાપ્તાહિક અપડેટમાં યુએન હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે, વિશ્વમાં અગાઉના અઠવાડિયાની તુલનામાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. વિશ્વભરમાં મૃત્યુની સંખ્યા ઘટીને લગભગ 62,000 થઈ છે. દક્ષિણપૂર્વ એશિયામાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જ્યારે, આફ્રિકાના મૃત્યુદરમાં 7 ટકાનો વધારો નોંધાયો છે.
અમેરિકા, બ્રિટન, ભારત, ઈરાન અને તુર્કીમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા અને ખૂબ જ સંક્રમિત ડેલ્ટા વેરિઅન્ટના કેસો હવે 180 દેશોમાં નોંધાયા છે. ડબ્લ્યુએચઓએ એમ પણ કહ્યું હતું કે, પુખ્ત વયના લોકોની સરખામણીમાં બાળકો અને કિશોરો કોરોનાથી ઓછા અસરગ્રત થયા છે. ઉમેર્યું હતું કે, કોરોનાના કારણે 24 વર્ષથી ઓછી ઉંમરના લોકોનાં મૃત્યુ વૈશ્વિક મૃત્યુનાં 0.5 ટકાથી પણ ઓછા છે.
ડબ્લ્યુએચઓએ અગાઉ કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે રસીની ભારે તંગીને જોતા બાળકોને કોરોના રસીકરણ માટે પ્રાથમિકતા ન આપવી જોઈએ. ફ્રાન્સમાં કોરોનાની રસી નહીં આપવામાં આવી હશે તેવા આરોગ્ય કર્મચારીઓને બુધવારથી તેમની નોકરીમાંથી સસ્પેન્શનનો સામનો કરવો પડશે. ત્યાં લગભગ 3,00,000 કામદારોને હજી પણ રસી આપવામાં આવી નથી. કંબોડિયા દેશ 6થી 11 વર્ષની વયના બાળકોને કોરોના રસી આપવા માટે રસીકરણ અભિયાન શુક્રવારથી શરૂ કરશે. લાંબા સમય બાદ શાળાઓ ફરી શરૂ કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ હેઠળ 18 લાખથી વધુ બાળકોને રસીના ડોઝ મળવાની અપેક્ષા છે. આ માટે ચીની બનાવટની સિનોવેક રસીનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ 3-5 વર્ષના બાળકોને પણ જલદી રસી આપવાનું વિચારી રહ્યા છીએ.