કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ દ્રારા તેમના અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઈડલાઈન મુજબ કરવામા આવ્યાં છે. હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલના દુઃખદ અવસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાત ચીત કરી હતી અને હાર્દિક પટેલ અને પરિવારને સાંત્વના પાઠવી શોક વ્યક્ત કર્યો હતો
Related Articles
ગુજરાતમાંથી છ સ્પેશિયલ ટ્રેન દોડાવવાવો નિર્ણય
મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા આગામી સૂચના સુધી 6 જોડી સ્પેશિયલ ટ્રેનોને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેવું અમદાવાદના મંડળ રેલ પ્રબંધક દિપકકુમાર ઝાએ જણાવ્યું હતું. જે 6 જોડી સ્પેશિયલ ટ્રેનો ફરી શરૂ કરવાનો નિણર્ય લેવામાં આવ્યો છે, તેમાં બાન્દ્રા ટર્મિનસ-જામનગર હમસફર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (ત્રિ-સાપ્તાહિક), બાન્દ્રા ટર્મિનસ […]
ચીખલી તાલુકામાંથી પહેલી એન્ટ્રી આવી
(અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધા) ચીખલી તાલુકાના ડોન્જા તાડકોડ ફળિયાના શ્રી ગણેશ યુવક મંડળ દ્વારા બાજ અને દળિયાનો ઉપયોગ કરી ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ મંડળનો ઉત્સાહ વધારવા તેમની પોસ્ટને વધુમાં વધુ લાઇક કરો બેસ્ટ ઓફ લક ( ખાસ નોંધ..આ સ્પર્ધામાં જોડાવા માટે 93132 26223 ઉપર ગણપતિનો ફોટો, મંડળ […]
14 થી 30 માર્ચ દરમિયાન ધો. 10 અને 12ની પરીક્ષા
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક-ઉ.માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 થી 30 માર્ચ 2022માં લેવાશે. ધોરણ 9 થી 12ની પ્રથમ કસોટી તા 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવામાં આવશે. જ્યારે તા 27 જાન્યુઆરી થી 2 ફેબ્રુ.2022 દરમ્યાન બીજી કસોટી લેવામાં આવશે. તેવી જ રીતે ધોરણ 10 […]