ચીનના રોવરનુ મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઉતરાણ

લશ્કરી મોરચે અમેરિકાને હંફાવી રહેલા ચીને હવે અવકાશી ક્ષેત્રે પણ હરણફાળ ભરવા માંડી છે. ચીન માટે આજનો દિવસ મહત્વનો છે. ચીનનુ જુરોંગ નામનુ રોવર સાત મહિનાની અંતરીક્ષની મુસાફરી બાદ અને ત્રણ મહિના સુધી મંગળની ભ્રમણકક્ષાની પરિક્રમા કર્યા બાદ મંગળ પર ઉતરાણ કરવામાં સફળ રહ્યુ છે. ઉતરાણ વખતેની સાત મિનિટ સૌથી મહત્વની હતી. જોકે આ આકરી પરીક્ષા પણ રોવરે પાસ કરી લીધી હતી અને મંગળની ધરતી પર તેણે લેન્ડિંગ કરીને ઈતિહાસ સર્જયો હતો. ચીનના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશને આ વાતની આજે સત્તાવાર જાહેરાત કરી હતી. અવકાશી સંસ્થાનુ કહેવુ હતુ કે, તિયાનવેન-1 નામનુ અવકાશયાન 23 જુલાઈ-2020ના રોજ લોન્ચ કરવામાં આવ્યુ હતુ. જેમાં એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર જુરોંગ સામેલ હતુ. તિવાયનવેને 10 ફેબ્રુઆરીએ મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ કર્યો હતો અને એ પછી તે મહત્વની જાણકારી એકત્ર કરી રહ્યુ હતુ.એ પછી તેના રોવરને મંગળ પર ઉતારવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *