સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ભારતભરમાં સૌપ્રથમ વખત તા.૧૧થી ૧૩ સપ્ટેમ્બર-ર૦ર૧ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટએક્ઝિબિશન’નું આયોજન કરવામાં આવશે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, દેશમાં પ્રથમ વખત યોજાનાર ‘વિવનીટ એક્ઝિબિશન’ એ વિવર્સ, નીટર્સ, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, ફેબ્રિક મેન્યુફેક્ચરર્સનેબીટુબી પ્લેટફોર્મ પૂરું પાડનારો એક્સક્લુસિવ ફેબ્રિક શો હશે. આ એક્ઝિબિશનમાં ભાગ લેનારા આ તમામ કેટેગરીના ઉદ્યોગકારો વિવનીટ પ્રદર્શનના માધ્યમથી હોલસેલ ટ્રેડર્સ, રિટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશનડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેક્ચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સ અને માસ કન્ઝમ્પ્શન કરતા પ્રોડક્ટ મેન્યુફેક્ચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે. આ એક્ઝિબિશન ભારતનું સૌપ્રથમ એવુંએક્ઝિબિશન બની રહેશે કે જેમાં યાર્નમાંથી કાપડનું ઉત્પાદન કરતા વિવર, નીટર, ટેક્નિકલ ટેક્સટાઇલ અને નેરો ફેબ્રિક્સના ઉત્પાદકો ભાગ લેશે.
જેમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિક્સના મોટા ગજાના બાયર્સને આમંત્રિત કરવામાં આવશે. જેથી કરીને એક્ઝિબિટર્સને સ્થળ પર બિઝનેસ મળી રહેશે. આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ પ્રદર્શન થકીઉદ્યોગકારો માટે ઉદ્યોગ–ધંધાની વિશાળ તકો ઊભી થશે. વિવનીટ એક્ઝિબિશન થકી વુવન, નીટેડ, ટેક્નિકલ ટેક્સટાઇલ્સ, ઇન્ડસ્ટ્રિયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેક્ચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડક્ટ રજૂ કરવા માટેની ઉત્તમ તક મળી રહેશે.
મેન્યુફેક્ચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એક્ઝિબિશન હશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિક્સના આધુનિક કલેક્શન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશિંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ અને ટેક્નિકલ ટેક્સટાઇલ્સ વગેરે પ્રદર્શિત કરી શકશે. આ પ્રદર્શનમાં ભાગ લેનારા એક્ઝિબિટર્સ તેઓની પ્રોડક્ટને પ્રદર્શિત કરી ઉત્પાદનોને વ્યાપારીઓ સુધી પહોંચાડી શકશે. નવી પ્રોડક્ટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઊભી કરી શકશે અને નેટવર્કિંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડક્ટ અને ટેક્નોલોજીના માધ્યમથી નવી એપ્લિકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે. આ ઉપરાંત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેક્ચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસિઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ, સી.ઇ.ઓ., સિનિયર એક્ઝિક્યુટિવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેક્નિકલ–પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રિટેલર ઇન્ડસ્ટ્રી એસોસિએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.