ભારતીય શેરબજારમાં તેજીની આગેકૂચ ચાલુ રહેવા પામી છે. આજે ઇતિહાસમાં પ્રથમ વખત સેન્સેક્સ 53000 પોઇન્ટને પાર બોલાયો હતો. જે આજે ઇન્ટ્રાડેમાં 53057.11ની નવી ઉંચાઇ હાંસલ કરી હતી. જેમાંરોકાણકારોના રોકાણમાં 2.5 લાખ કરોડનો વધારો થવા પામ્યો છે. જોકે, આજે ઉપલા મથાળેથી ચારેકોરથી નફાવસુલીના પગલે ઐતિહાસિક સપાટીએથી પરત ફર્યો હતો અને નજીવા સુધારા સાથે સપાટ બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજારમાં 16મી ફેબ્રુઆરી, 2021ના રોજ સેન્સેક્સ 52000ની રેકોર્ડ સપાટી કૂદાવી હતી, જ્યાંથી 53000 પોઇન્ટની સપાટી કૂદાવવામાં એટલે કે 1000 પોઇન્ટ વધવામાં 123 દિવસલાગ્યા છે. ભારતીય શેરબજારમાં વૈશ્વિક સારા સંકેતોની સાથે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ નવો ઇતિહાસ રચી દીધો હતો. બેન્કીંગ, ઓટો તથા આઇટી શેરોની ખરીદીના પગલે સેન્સેકસ પ્રથમ વખત 53000 પોઇન્ટની સપાટી કૂદાવવામાં સફળ થયો હતો.
આજે સેન્સેક્સ શરૂઆત 310 પોઇન્ટના ઉછાળા સાથે 52885.04 પોઇન્ટના સ્તરે ખુલ્યા બાદ થોડીક ક્ષણોમાં જ 53000 પોઇન્ટની સપાટી કૂદાવીને 53057.11 પોઇન્ટની ઐતિહાસિકસપાટી બનાવી દીધી હતી.આ તેજીના પગલે શેરબજારમાં રોકાણ કરનારા રોકાણકારોની માર્કેટ વેલ્યુમાં 2.5 લાખ કરોડનો વધારો થયો હતો. સોમવારે બીએસઇ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 22895307.39 કરોડનુંહતુ, જે આજે 250155.06 કરોડ રૂપિયા વધીને 23145462.45 કરોડનું થઇ ગયું છે. શેરબજારમાં લાર્જકેપ શેરોની સાથે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. જેમાં શેરબજારમાં શરૂઆતી સમયમાંસ્મોલકેપ ઇન્ડેકસ 1.31 ટકા વધ્યા હતા, જ્યારે મિડકેપ ઇન્ડેક્સ 0.96 ટકા વધ્યા છે.