IPLની બાકીની મેચો સપ્ટેમ્બરમાં UAEમાં રમાડાશે

કોરોના સંક્રમણના કારણે અધુરી રહેલી આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાડવામાં આવશે તેવી ભારતીય ક્રિકેટ બોર્ડે આજે જાહેરાત કરી છે. બીસીસીઆઈની આજે મળેલી સ્પેશયલ જનરલ મિટિંગમાં ઉપરોક્તનિર્ણય લેવામાં આવ્યો હતો.ભારતીય બોર્ડના તમામ સભ્યોએ સર્વસંમતિથી આઈપીએલને પુરી કરાવવા માટે મંજૂરી આપી હતી.જે પ્રમાણે હવે બાકીની મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન રમાડવામાં આવશે.આ પહેલાએપ્રિલ-મેમાં ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવી હતી.જોકે બાયોબબલ છતા પણ ટીમોના ખેલાડીઓ સુધી કોરોનાનુ સંક્રમણ પહોંચી જતા આઈપીએલ પર બ્રેક મારવામાં આવી હતી. આઈપીએલની બાકીની મેચોરમાડવા માટે અટકળો ચાલી રહી હતી.શ્રીલંકા અને ઈંગ્લેન્ડે પણ આ મેચો પોતાના દેશમાં રમાડવા માટે ઓફર કરી હતી.જોકે બોર્ડે યુએઈ પર પસંદગી ઉતારી છે.જ્યાં ગયા વર્ષે પણ આઈપીએલનુ સફળતાપૂર્વક આયોજનકરાયુ હતુ.બોર્ડના સૂત્રોનુ કહેવુ છે કે, આઈપીએલની બાકીની મેચો માટે વિદેશી ખેલાડીઓ પણ રમે તેવા પ્રયત્નો કરાશે.જોકે વિદેશી ખેલાડીઓ ભાગ નહીં લે તો પણ ટુર્નામેન્ટ ચાલુ રખાશે.બાકીની મેચો 25 દિવસમાં પુરીકરવાની યોજના છે.ગયા વર્ષની જેમ જ અબુધાબી, દુબઈ અને શારજાહમાં બાકીની મેચો રમાડવામાં આવશે. દરમિયાન ટી-20 વર્લ્ડ કપ અંગે થયેલી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે, આ ટુર્નામેન્ટના આયોજન માટેઆઈસીસીની 1 જુનના રોજ યોજનારી બેઠકમાં ક્રિકેટ બોર્ડ દ્વારા સમયની માંગણી કરવામાં આવશે.આયોજન અંગે બીસીસીઆઈ જુન મહિનાના અંત સુધીમાં કોઈ નિર્ણય લઈ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *