દિલ્હીમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક સ્તરે છે તેની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનિતા કેજરીવાલને શુક્રવારે સાકેત ખાતે આવેલી મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર કરી રહેલા તબીબોએ તેમનાં સ્વાસ્થય અંગે કોઇ જ ફોડ પાડ્યો નથી. 20મી એપ્રિલે સુનિતા કેજરીવાલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેઓ ક્વોરન્ટાઇન થઇ ગયા હતા અને તેમનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
