ભારત લીલીઝંડી આપે તો અમેરિકા વેક્સિન મોકલવા તૈયાર

અમેરિકાએ મંગળવારે કહ્યું હતું કે, ભારત સરકાર તરફથી લીલીઝંડી મળ્યા બાદ તેઓ કોરોના રસીના ડોઝ ઝડપી મોકલવા તૈયાર છે. અમેરિકાને કહ્યું હતું કે, રસીનું દાન સ્વીકારવા માટે અમારી આ સંબંધિત કાયદાકીય જોગવાઈઓની સમીક્ષા કરવા માટે હજુ સમયની જરૂર છે. રાજ્ય સરકારના પ્રવક્તા નેડ પ્રાઈસે પોતાની દૈનિક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જ્યારે ભારત સરકાર તરફથી લીલીઝંડી મળશે ત્યારે અમે રસી ઝડપથી મોકલવા તૈયાર છીએ. બાઇડન વહીવટીતંત્રે તેના સ્થાનિક જથ્થામાંથી 80 મિલિયન ડોઝ ભારત સહિત વિશ્વના દેશો સાથે વહેંચવાની જાહેરાત કરી હતી.

તાજેતરના સપ્તાહમાં અમેરિકાની રસી પાકિસ્તાન, નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશ સહિત વિશ્વના દેશોમાં પહોંચી હતી. પરંતુ, ભારતને રસી મોકલી શકાઈ નથી. કારણ કે, ભારત સરકારે આ પ્રકારની કટોકટી આયાત માટે જરૂરી કાનૂની અડચણો દૂર કરવાના બાકી છે. તેમણે કહ્યું કે, જ્યારે ભારત તેની કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરશે ત્યારે રસી આપવાનું દાન ઝડપથી આગળ વધશે. તેમણે જણાવ્યું કે, સમગ્ર એશિયામાં અમે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ, માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકાને લાખો ડોઝ રસી દાન આપી રહ્યા છીએ. તેમજ વિશ્વભરમાં લગભગ 40 મિલિયન ડોઝ પહોંચાડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં પહેલા રસીકરણ માટે લોકો તૈયાર નહીં હતા પરંતુ હવે તેના માટે લોકોમાં ભારે જાગૃતિ જોવા મળી રહી છે. આવા સંજોગોમાં રસીનો અભાવ જોવા મળી રહ્યો છે. વેક્સિનેશન માટે લોકો સેન્ટર પર લાંબી લાંબી લાઇન લગાડે છે પરંતુ રસી મળી શકતી નથી. વેક્સિનનું ઉત્પાદન જે પ્રકારે થાય છે તેમાં ભારતની ડિમાન્ડને પહોંચી શકાય તેમ નથી એટલે અન્ય દેશોમાંથી રસી આયાત કરવી પડે તેવી સ્થિતિ છે. હાલમાં ભારતમાં ભારત બાયોટેકની કોવાક્સિન અને સિરમની કોવિશિલ્ડનું ઉત્પાદન થઇ રહ્યું છે. આ ઉપરાંત રશિયાની સ્પુતનિક 5 પણ હવે ભારતમાં મળી રહે છે એટલે જો હવે અમેરિકામાંથી રસીની આયાત કરવામાં આવે તો મહત્તમ ફાયદો થઇ શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *