રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થવાને પગલે રાજ્યમાં તબક્કાવાર શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી 2 સપ્ટેમ્બર-21થી રાજ્યભરની શાળાઓમાં 6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવશે. રાજ્યમાં 20 હજારથી વધુ સરકારી શાળાઓ સહિત ધોરણ-6 થી 8ના વર્ગો ધરાવતી કુલ 30 હજારથી વધુ શાળાઓના 32 લાખ જેટલા બાળકોનું વર્ગખંડ શિક્ષણકાર્ય શરૂ થશે. રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આગામી 2 સપ્ટેમ્બરથી રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ કરવામાં આવશે. ઓફલાઈન વર્ગોની સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 6 થી 8 ના વર્ગોમાં 50 ટકા હાજરી સાથે વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે શાળાઓમાં ફરજિયાત પણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનના નિયમોનું પાલન કરવાનું રહેશે, તેમજ શાળાઓએ પણ તમામ પ્રકારની કોવિડ-19ની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. રાજ્યમાં હાલમાં ધોરણ 9 થી 12ના વર્ગો તેમજ કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
Related Articles
રાજય સરકાર એક સરખી પાર્કિગ નીતિ નક્કી કરે : સુપ્રીમ
સુરતની રાહુલ રાજ મોલના સંચાલકો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવેલી રિટની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ચની ડિવિઝન બેન્ચ દ્વારા મહત્વના આદેશમાં ગુજરાતમાં તમામ મનપા માટે રાજય સરકારે એકસરખી પાર્કિગ નીતિ અમલમાં મૂકવી જોઈએ. જસ્ટિસ એમ. આર. શાહ અને જસ્ટિસ અનિરૂદ્ધ બોઝ દ્વારા એવુ નીરિક્ષણ કરવામાં આવ્યું હતું કે, ગુજરાતના મેટ્રો સિટીમાં ટ્રાફિકની સમસ્યા બહુ મોટી […]
ગુજરાત બોર્ડે ધો. 12ની પરીક્ષા નહીં લેવાનો કર્યો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ છે. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી […]
29 શહેરોમાં મીની લોકડાઉનનો કકડકાઈથી અમલ
રાજયમાં પ્રતિદિન કોરોનાના 14,000 કેસો આવી રહયા છે ત્યારે રાજય સરકારે લોકડાઉન ટાળીને તેના બદલે29 શહેરોમાં મીની લેકડાઉનનો આજથી કડકાઈથી અમલ શરૂ કરી દીધો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દૂધ , દવા , ફ્રૂટ જેવી આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો કે મોલ્સ કોમ. કોમ્પલેકસ સહિતના સેવાઓ બંધ રહેવા પામી હતી.આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ […]