ગુજરાતના ખેડૂતોને અપાતી વીજળીમાં ધરખમ વધારો

રાજ્યમાં ખેડૂતોને ગુણવત્તાયુકત અને સમયસર વીજળી પુરી પાડવામા આવી રહી છે. ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમા ધરખમ વધારો થયો છે ગઈકાલે માત્ર એક જ દિવસમાં ૧૦.૩ કરોડ યુનિટસ ખેડૂતોને પૂરા પડાયા છે, જે ગત વર્ષે અપાયેલા ૯.૩ કરોડ દૈનિક વીજળી યુનિટસ કરતા એક કરોડ યુનિટનો વધારો થયો છે. ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું હતુ કે રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાયેલ હોવાથી ખેડૂતોનાં વાવેતરને બચાવવા માટે રાજય સરકારે ખેડૂતોને તા. ૦૭.૦૭.૨૦૨૧ થી ૮ કલાક ને બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે આ શકય બન્યુ છે. સામાન્ય સંજોગોમાં દૈનિક સરેરાશ સાડા છ થી સાત કરોડ યુનિટ વીજળીનો ખેતીવાડી ક્ષેત્રે વપરાશ થાય છે.

સૌરભ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે રાજ્યમાં ખેતીવાડી ક્ષેત્રે અપાતી વીજળીમાં ધરખમ વધારો થયો છે. જેમા તા. ૧૫.૦૮.૨૦૨૧નાં રોજ ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને ૧૦૩ મિલિયન યુનિટસ્ (૧૦.૩ કરોડ યુનિટસ્) વીજળી અપાઈ છે. જે ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૦-૨૧માં ખેડૂતોને અપાયેલી મહત્તમ દૈનિક વીજળીના ૯૩ મિલિયન યુનિટસ્ (૯.૩ કરોડ યુનિટસ્) કરતાં ૧૦ મિલિયન યુનિટસ્ વધારે છે, એટલે કે એક કરોડ યુનિટનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *