આર્થિક પ્રવૃતિમાં વધારાની એક નિશાનીમાં જુલાઇ મહિનાની ભારતનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વસૂલાત કોવિડના બીજા મોજાના નિયંત્રણો પછી ફરી એક વાર ૧ લાખ કરોડને વટાવી ગઇ છે, જે બીજા મોજાને કારણે ગયા મહિને વસૂલાતમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જુલાઇમાં જીએસટીની વસૂલાત ૧.૧૬ લાખ કરોડ થઇ છે અને તે વર્ષો વર્ષના ધોરણે જુલાઇમાં ૩૩ ટકા વધારે છે, જે અર્થતંત્રમાં ઝડપથી રિકવરી આવી રહી હોવાનો સંકેત છે. જુલાઇ ૨૦૨૦માં જીએસટી કલેકશન રૂ. ૮૭૪૨૨ કરોડ હતું. આ નાણાકીય વર્ષમાં આ બીજી સૌથી ઉંચી વસૂલાત છે જ્યારે એપ્રિલમાં જીએસટીની વસૂલાત ૧.૪૧ લાખ કરોડ થઇ હતી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જીએસટીની જોરદાર આવક આગામી મહિનાઓમાં પણ ચાલુ રહેશે. જુલાઇ મહિનામાં જીએસટની કુલ વસૂલાત રૂ. ૧૧૬૩૯૩ કરોડ થઇ છે જેમાંથી રૂ. ૨૨૧૯૭ કરોડ સેન્ટ્રલ જીએસટી છે, સ્ટેટ જીએસટ રૂ. ૨૮પ૪૧ કરોડ છે, ઇન્ટિગ્રેટેડ જીએસટી રૂ. પ૭૮૬૪ કરોડ છે(જેમાં સામાનની આયાત પરની રૂ. ૨૭૯૦૦ કરોડની જીએસટી વસૂલાત શામેલ છે), સેસ રૂ. ૭૭૯૦ કરોડ વસૂલ થઇ છે જેમાં સામાનની આયાત પર વસૂલ થયેલી રૂ. ૮૧૫ કરોડની સેસ શામેલ છે. જુલાઇ ૨૦૨૧માં વસૂલ થયેલી જીએસટીની કુલ રકમ ગયા વર્ષના આ જ મહિનામાં જમા આવેલી રકમ કરતા ૩૩ ટકા વધારે છે. કોવિડ-૧૯ના ચેપના બીજા મોજા પહેલા જીએસટીની વસૂલાત સતત આઠ મહીના સુધી રૂ. ૧ લાખ કરોડ કરતા વધારે રહી હતી પરંતુ બીજા મોજામાં વિવિધ રાજ્યોમાં મૂકાયેલા નિયંત્રણોને પગલે જૂન મહિનામાં આ વસૂલાત ઘટીને રૂ. ૯૨૮૪૯ કરોડ થઇ ગઇ હતી. જુલાઇમાં જીએસટીની જમા આવેલ ઉંચી રકમ એ મોટે ભાગે જૂનના પુરવઠા અને વેચાણ પર વસૂલ થઇ છે જ્યારે રાજયો કોવિડની બીજી લહેર ધીમી પડ્યા બાદ પોતાના નિયંત્રણો હળવા કરી રહ્યા હતા. એપ્રિલ અને મે મહિનામાં મોટા ભાગના રાજ્યો લૉકડાઉનના જુદા જુદા તબક્કા હેઠળ હતા.
Related Articles
અદાર પૂનાવાલા દેશમાં સુરક્ષિત અનુભવે તેવી વ્યવસ્થા કરો : બોમ્બે હાઇકોર્ટ
કોરોનાની વેક્સિન બનાવતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાને વેક્સિનની સપ્લાઈ મામલે ફાળવણીને પગલે મળતી ધમકીઓને કારણે પરિવાર સહિત લંડન પહોંચી ગયા હતા. આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરવામા આવી હતી કે, વેક્સિન બનાવી દેશ સેવામાં લાગેલા અદાર પૂનાવાલાને દેશમાં સુરક્ષિત હોવાનો અનુભવ થાય તે માટે ઉદ્ધવ સરકારને તેમની સુરક્ષા વધારવાના આદેશ આપવા […]
અમેરિકામાં ગોળીબારમાં આઠના મોત
અમેરિકાના ઇન્ડિયાનાપોલીસ એરપોર્ટ નજીક એક ફેડએક્સની સવલતમાં એક બંદુકબાજે ગત મોડી રાત્રે આડેધડ ગોળીબાર કરીને આઠને મારી નાંખી આપઘાત કરી લીધો હતો એમ પોલીસે જણાવ્યું હતું. અમેરિકાના સ્થાનિક સમય પ્રમાણે ગુરુવારે રાત્રે કરવામાં આવેલા ગોળીબારમાં ઇજા પામેલી પાંચ વ્યક્તિને હોસ્પિટલમાં ખસેડાઇ હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર છે એમ પોલીસ પ્રવકતા જીન […]
જીએસટીની સમીક્ષા માટે બે કમિટી બનાવાઇ
નાણાં મત્રાલયે રાજ્યોના નાણાં પ્રધાનોની 2 કમિટિ બનાવી છે જેઓ વર્તમાન વેરા સ્લેબ અને જીએસટીમાંથી બાકાત વસ્તુઓની સમીક્ષા કરશે, વેરા ચોરીના સંભાવિત સ્ત્રોતોની ઓળખ કરશે અને આવક વેરા પદ્ધતિમાં ફેરફારો સૂચિત કરશે. દરોને તર્કસંગત બનાવવા માટેના મંત્રીઓનો સમૂહ (જીઓએમ) ઈન્વર્ટડ ડ્યુટી સ્ટ્રક્ચરની પણ સમીક્ષા કરશે અને વેરા દરના સ્લેબને મિશ્રિત કરવા સહિતના તર્કસંગત પગલાંઓની ભલામણ […]