હરિધામ સોખડાના મંદિર પરિસરમાં આજે દાસના દાસ એવા હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહ સાથે પાલખી યાત્રા નીકળી હતી. તે પછી નિજ મંદિર નજીક હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરાયા હતા . મંદિરના સંતો દ્વ્રારા ચંદનના લાકડાનું સિંહાસન પણ બનાવવામાં આવ્યુ હતુ. હરિપ્રસાદ સ્વામીની પાલખી યાત્રા વખતે હરિ ભકત્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સાથે ચોધાર આસુંએ રડતા જોવા મળ્યા હતા. કેટલાયે હરિભકત્તોએ સોનાના દાગીનાનું દાન પણ કર્યુ હતું. લાખ્ખો ભકત્તોની ભીની આંખો વચ્ચે હરિપ્રસાદ સ્વીમીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો હતો.સોખડા મંદિર ખાતે એક વિશાળ ડોમ બનાવવામાં આવ્યો હતો, જેમાં એક વિશાળ એલઈડી સ્ક્રીન પર અંત્યેષ્ટિની વિધી લાઈવ બતાવવામાં આવી હતી.રાજકોટના નામાંકિત શાસ્ત્રી સ્વ. વજુભાઈ ત્રિવેદીના પૌત્ર કૌશિક ત્રિવેદી સહિત પાંચ પંડિતોએ આ અંતિમ શાસ્ત્રોકત્ત વિધી કરાવી હતી.
હરીપ્રસાદ સ્વામીના અંતમ દર્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હરિધામ સોખડા મંદિરે પહોચ્યા હતા. જેમાં રૂપાણીએ સ્વ. હરિપ્રસાદ સ્વામીના નશ્વર દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.રૂપાણીએ કહયું હતું કે હરિપ્રસાદ સ્વામી હંમેશા આપણી વચ્ચે જ રહેશે.ગુજરાતન છ કરોડની પ્રજા વતીથી હું સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.તેમના આર્શીવાદ આપણી ઉપર સતત વરસતા રહેશે તેવી મને શ્રદ્ધા છે. સોખડામાં હવે દાસના દાસ એવા હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ હરિધામ સોખડાની જવાબદારી ત્રણ સંતોને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રેમ સ્વરૂપ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, પ્રબોધજીવન સ્વામી હવે હરિધામ સોખડા અને યોગી ડિવાઇનની જવાબદારી ઉપાડશે. આ ઉપરાંત કમિટીમાં અન્ય બે વ્યક્તિઓ પણ રહેશે. આ કમિટીમાં અશોક પટેલ અને વિઠ્ઠલદાસ પટેલનો પણ સમાવેશ કરાયો છે. આમ કુલ પાંચ સભ્યોની કમિટી સંપ્રદાયની જવાબદારી ઉપાડશે.