એક તરફ આજથી રૂપાણી સરકારની પાંચ વર્ષની સિદ્ધીઓની ઉજવણી શરૂ કરી દેવાઈ છે , તો બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ દ્વ્રારા રૂપાણી સરકારની નિષ્ફળતાઓની ઉજવણી શરી કરાઈ છે. આજે કોંગીએ ગુજરાતમાં શિક્ષણના ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન કરીને રાજયવ્યાપી આંદોલન કર્યુ હતુ. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમીત ચાવડા અને રાજકોટમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત રાજયભરમાંથી સીનીયર કોંગી અગ્રણીઓની પોલીસ દ્વ્રારા અટકાયત કરી લેવાઈ હતી. આજે રૂપાણી ભાજપ સરકાર વિરૂદ્ધ આંદોલનના ભાગરૂપે કોંગ્રેસ દ્વ્રારા શિક્ષણ બચાવો આંદોલનાત્મક કાર્યક્રમ યોજાયો હતો. અમીત ચાવડાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહયું હતું કે શિક્ષણ ક્ષેત્રમાં ચારે તરફ લૂંટ ચલાવવામાં આવી રહી છે.શિક્ષણનું ખાનગીકરણ કરવામાં આવી રહયું છે. સરકાર શરમ કરવાને બદલે ઉજવણી કરી રહી છે. પ્રજાને આજના સમયે રાહત આપવાની જરૂરત છે ત્યારે સરકાર ટેકસ પેટે જે આવક મલી છે તેને ખર્ચીને ઉજવણી કરી રહી છે.
સરકારે શિક્ષણનું ખાનગીકરણ બંધ કરાવવુ જોઈએ. જે પ્રાથમિક શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે, તે રદ કરો. ગુજરાતમાં પ્રાથમિક , માધ્યમિક અને કોલેજ કક્ષાએ જે શિક્ષકો અને અધ્યાપકોની ખાલી જગ્યાઓ છે તેના પર ભરતી કરવી જોઈએ. પ્રદેશ કોંગ્રેસના પ્રવકત્તા ડૉ મનીષ દોશીએ કહયું હતું કે ભાજપ સરકરાની નિષ્ફળતાઓને ઉજાગર કરવા રાજયવ્યાપી આંદોલન યોજાયુ હતું. જેમાં આદોલન દરમ્યાન રાજકોટમાં પરેશ ધાનાણી, પોરબદરમાં અર્જુન મોઢવાડિયાએ, આણંદમાં ભરતસિંહ સોલંકીએ અને વડોદરામાં સિદ્ધાર્થ પટેલની પોલીસ દ્વ્રારા અટકાયત કરી લેવાઈ હતી.