ઝારખંડમાં એક જ ગામમાં કોરોનાના 21 કેસ મળતાં એલર્ટ

ઝારખંડના ગરવાહ જિલ્લામાં હરડગ નામના એક ગામમાં મધ્ય પ્રદેશથી પરપ્રાંતીય શ્રમિકો પાછા ફર્યા બાદ માત્ર બે દિવસમાં કોરોનાના 21 કેસો મળી આવતા હાઇ એલર્ટ આપવામાં આવી છે. 21માં આઠ બે અને 12 વર્ષની વચ્ચેની વયના બાળકો છે અને તેમને સદર હૉસ્પિટલમાં દાખલ કરાયા છે અને એમના તમામ સંપર્કોને ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના કોલસાની ખાણ વિસ્તારમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળ્યો હતો અને ત્યાંથી પાછા ફરેલામાં એકને કોરોના થયો હતો અને એવી શંકા છે કે એનામાંથી અન્ય ગામજનોને થયો. ઝારખંડ પણ કોરોનાની બીજી ખતરનાક લહેર સામે ઝઝૂમી રહ્યું છે અને કુલ 5126 લોકોએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા કેટલાંક સમયથી કેસ ઘટ્યા છે પણ 21 કેસો શોધાતા આરોગ્ય અધિકારીઓ સચેત થયા છે. જે શ્રમિક એમપીથી પરત ફર્યો એના સેમ્પલ રેલવે સ્ટેશને રૂટિન મુજબ લેવાતા ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો અને એના સંપર્કોના ટેસ્ટ કરાતા શરૂમાં 19 પૉઝિટિવ મળ્યા હતા. સેમ્પલ્સને જિનોમ સિકવન્સિંગ માટે મોકલાઇ રહ્યા છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો નવા નોંધાયેલા 21 કેસમાં સૌથી વધુ અમદાવા શહેરમાં 5 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 3, ભરૂચ, જૂનાગઢ શહેર, સુરત શહેરમાં 2-2, અને અમરેલી, આણંદ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ ગ્રામ્ય, મોરબી, વડોદરા ગ્રામ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા 260 થઈ છે. જ્યારે 255 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. અને 05 દર્દીઓ વેન્ટિલેટર પર છે. બીજી તરફ આજે 29 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકા રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,14,514 દર્દીઓ સાજા થયા છે. શુક્રવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 3,43,742 વ્યકિતઓને રસી આપવામાં આવી છે જેમાં 133 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ અને 6,961ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 18-45 વર્ષ સુધીના 1,90,462ને પ્રથમ ડોઝ અને 27,515ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 45 વર્ષથી વધુ ઉંમરના 66,532ને પ્રથમ અને 52,139ને બીજો ડોઝ મળી કુલ 3,43,742 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,29,58,203 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *