કોરોના મહામારીના કારણે પ્રથમ 14 મહિનામાં ભારતના 1 લાખ 19 હજાર સહિત 21 દેશોના 15 લાખથી વધુ બાળકોએ તેમના મુખ્ય અને ગૌણ સંભાળ રાખનારાઓને ગુમાવ્યા છે. એમ ધ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ કહેવામાં આવ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑન ડ્રગ એબ્યુઝ (એનઆઇડીએ)ના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (એનઆઈએચ)ના ભાગ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવાયું છે કે, ભારતમાં 25,500 બાળકોએ માતા અને 90,751 બાળકોએ પિતા ગુમાવ્યા છે. જ્યારે, 12 બાળકોએ માતા અને પિતા બંનેને ગુમાવ્યા છે. અભ્યાસમાં અનુમાન લગાવ્યું છે કે, કોરોના મહામારીના કારણે 11,34,000 બાળકોએ માતાપિતા અથવા સાથે રહેતા દાદા-દાદીને ગુમાવ્યા છે.
જેમાંથી, 10,42,000 બાળકોએ તેમના માતા, પિતા અથવા બંનેને ગુમાવ્યા છે. જેમાં વધુ બાળકોએ માતા-પિતા માંથી કોઈ પણ એકને ગુમાવ્યા છે.એનઆઈએચએ એક મીડિયા રિલીઝમાં જણાવ્યું છે કે, એકંદરે, 1,562,000 બાળકોએ માતા-પિતામાંથી કોઈ એકને અથવા સાથે રહેતા દાદા-માતા (અથવા અન્ય વૃદ્ધ સંબંધીઓ)નાં મૃત્યુનો અનુભવ કર્યો હોવાનું અનુમાન છે. તેમાં જણાવાયું છે કે, પ્રાથમિક સંભાળ લેનારા (માતાપિતા અથવા સાથે રહેતા દાદા-દાદી) ગુમાવતા બાળકોની સંખ્યામાં દક્ષિણ આફ્રિકા, પેરુ, યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત, બ્રાઝિલ અને મેક્સિકો શામેલ છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, 2,898 ભારતીય બાળકોએ તેમની સાથે રહેતા દાદા-દાદીમાંથી કોઈ એકને અને નવ બાળકોએ બંનેને ગુમાવ્યા છે.