ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે અહીં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને તેમના બે દિવસીય પ્રવાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતા છે. એમ સૂત્રોએ જણાવ્યું છે. દિલ્હીમાં આદિત્યનાથે ભાજપ પ્રમુખ જે પી નડ્ડા સહિત ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરવા આ પ્રવાસ કર્યો હતો. આ મુલાકાતના પગલે રાજ્ય સરકારમાં મંત્રી પદના પરિવર્તનની અટકળોને વેગ મળ્યો હતો. મુખ્યમંત્રીએ હિંદીમાં એક ફોટો સાથે હિન્દીમાં ટ્વિટ કર્યું હતું જેમાં તેઓ અમિત શાહને ‘સ્થળાંતર કટોકટીનો ઉકેલ’ના અહેવાલની કોપી પ્રસ્તુત કરે છે. તેમણે લખ્યું હતું કે, આદરણીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી અને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આદરણીય ગૃહમંત્રીએ સમય આપ્યો તે બદલ ધન્યવાદ. આ મુલાકાત જિતિન પ્રસાદે કૉંગ્રેસ છોડીને ભાજપ પાર્ટીમાં જોડાયાના એક દિવસ પછી થઈ હતી. મોદીના વિશ્વાસુ ગણાતા પૂર્વ આઈએએસ અધિકારી અને ભાજપ એમએલસી એ કે શર્મા દિલ્હીમાં પાર્ટીના નેતાઓ અને સાથીદારોને પણ મળી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, ઉત્તરપ્રદેશમાં કેબિનેટ વિસ્તરણ થશે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ, પ્રસિદ્ધ બ્રાહ્મણ પરિવારમાંથી આવતા પ્રસાદ અને શર્માને સ્થાન મળી શકે છે. ભાજપના મહામંત્રી (સંગઠન) બી એલ સંતોષે આ મહિનાની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી માટેની પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરવા રાજ્યની મુલાકાત લીધી હતી અને મુખ્ય મંત્રીઓ અને સંગઠન નેતાઓ સાથે બેઠક યોજી હતી. ઉત્તર પ્રદેશમાં પાર્ટીના પ્રભારી રહેલા વરિષ્ઠ નેતા રાધા મોહન સિંહે પણ રાજ્યની મુલાકાત લીધી હતી.
Related Articles
વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ્સમેન કોરોના પોઝિટિવ
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતેના 8 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વાનખેડે ખાતે કુલ 19 ગ્રાઉન્ડસ્ટાફ મેમ્બર્સ છે, જેમનો ગયા અઠવાડિયે RT-PCR ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. તેમાંથી 26 માર્ચના રોજ 3નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 1 એપ્રિલે અન્ય 5 પણ પોઝિટિવ હોવાનું સામે આવ્યું […]
જેલોમાંથી કેદીઓને 90 દિવસ છોડવામાં આવેઃ સુપ્રીમ કોર્ટ
કોરોના મહામારીની બીજી લહેરથી સ્થિતિ ભયાનક બની ગઇ છે. તમામ સાવચેતીઓ છતાં સંક્રમણના લીધે પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. ચાર દીવાલોમાં રહેતા લોકો પણ કોરોના વાયરસની ઝપટે ચઢી ગયા છે. આ વિષમ પરિસ્થિતિમાં દેશની જેલોમાં બંધ કેદીઓ પણ કોરોનાથી સંક્રમિત થવા માંડયા છે કેટલાક કેદીઓના સંક્રમણના લીધે મોત થયા છે. જો કે સુપ્રીમ કોર્ટ જેલમાં […]
રવિવારે લદાખના કેટલાંક ગામોમાં અચાનક પૂર આવ્યું
લદ્દાખના કેટલાક ગામોમાં રવિવારે અચાનક આવેલા પૂરમાં એક પુલ અને ઉભા પાકને ઘણું નુકસાન થયું હતું. ત્યાં કૃત્રિમ તળાવ ફાટયા બાદ ઝાંસ્કર નદી અવરોધિત થવાથી સત્તાધીશોએ ચેતવણી આપી હતી.ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (ડીડીએમએ)ના મુખ્ય કાર્યકારી અધિકારી સોનમ ચોઝોરે જણાવ્યું હતું કે, શનિવારે રૂમ્બક ગામ નજીક કૃત્રિમ તળાવ ફાટયું હતું. જેના પરિણામે ઝાંસ્કર નદી અવરોધિત થઈ […]