રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક ટ્વિટરએ હટાવી દેતા ખાસ્સો વિવાદ થયો છે. હવે ટ્વિટર તરફથી સ્પષ્ટતા કરતા કહેવામાં આવ્યુ હતું કે જે એકાઉન્ટમાં લોકો આ 6 મહિનાથી વધુ સમય સુધી એક્ટિવ નથી, એના કારણે બ્લ્યુ ટીક હટાવી દેવામાં આવ્યુ છે. મોહન ભાગવતના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવવા પાછળ આ કારણ હોઇ શકે છે. મોહન ભાગવતનું ટ્વિટર એકાઉન્ટ મે 2019માં બન્યુ હતું, પરંતુ તેમના ટ્વિટર પર એક પણ ટ્વિટ જોવા મળતી નથી. ટ્વિટરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતનાં વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવવાની સાથે RSS ના કેટલાક નેતાઓના એકાઉન્ટ પરથી પણ બ્લ્યુ ટીક હટાવી દીધું છે. જેમાં સુરેશ સોની, સુરેશ જોશી અને અરૂણ કુમાર જેવા નેતાઓના નામ સામેલ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત અને સંઘના અન્ય કેટલાક નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવ્યા બાદ ટ્વિટરનો વિરોધ શરૂ થયો હતો. આ વિરોધને પગલે ટ્વિટરે મોહન ભાવગત સહીત સંઘના તમામ નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પર વેરીફાઈ અને ઓથેન્ટિકકેશનનું બ્લ્યુ ટીક ફરી લગાવી દીધું છે.
