ટીવી સિરિયલ સાથે જોડાયેલા વધુ એક જાણીતા સ્ટાર પર ગંભીર આરોપ લાગ્યો છે. ટીવી પરદા પરની જાણીતી સિરિયલ નાગિન-3ના એક્ટર પર્લ પુરીની સગીરા પર રેપના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં ટીવી એકટર કરણ મહેરાની પત્નીની મારપીટ કરવા બદલ ધરપકડ કરાયા બાદ મચેલો ઉહાપોહ હજી શમ્યો નથી ત્યાં તો વધુ એક ટીવી સ્ટાર વિવાદમાં ફસાયો છે. પર્લ પુરી નાગિન-3 ઉપરાંત બેપનાહ પ્યાર અને બ્રહ્મરાક્ષસ જેવી સિરિયલોમાં નજરે પડ્યો હતો. સગીર વયની કિશોરીએ અને તેના પરિવાજનોએ નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે 4 જૂનની મોડી રાતે પર્લ પુરીની ધરપકડ કરી છે. તેની સામે POCSO એક્ટ પણ લગાવવામાં આવ્યો છે. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં જ છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં પર્લ પુરીના પિતાનુ નિધન થયુ હતુ. 2013માં તેણે ટીવી પર એક્ટિંગ કેરિયર શરુ કરી હતી. તે પછી તેણે દિલ કી નજર સે ખૂબસુરત, બેપનાહ પ્યાર, બ્રહ્મરાક્ષસ ટુ જેવી સિરિયલોમાં કામ કરી ચૂક્યો છે. જોકે તેને એકતા કપૂરની નાગિન-3 થી વધારે લોકપ્રિયતા અને ઓળખ મળી છે. આ સિવાય તે કેટલાક મ્યુઝિક વિડિયોમાં પણ કામ કરી ચૂક્યો છે. દરમિયાન નાગિન-3માં તેની સાથે કામ કરનાર એક્ટ્રેસ અનીત હસનંદાનીને રેપના આરોપોથી આશ્ચર્ય થયુ છે અને તેનુ કહેવુ છે કે, હું તેને સારી રીતે ઓળખુ છું. રેપની વાત સાચી હોઈ શકે નહીં, તેની પાછળ બીજો કોઈ મામલો હશે અને બહુ જલ્દી સત્ય સામે આવશે.
Related Articles
બ્રેકિંગ : સચિન તેંડુલકરને હોસ્પિટલમાં ખસેડાયો
ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27મી માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારી પ્રાર્થના માટે આભાર. તબીબી સલાહ અનુસાર મને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ હું સાજો થઇને ઘરે પરત ફરીશ તેવી મને આશા છે. તમે તમામ પણ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત […]
UPમાં PPE કિટ પહેરી કોરોનાથી મૃત્યુ પામેલાના મૃતદેહને નદીમાં ફેંક્યો
ઉત્તર પ્રદેશના બલરામપુર ખાતેથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. વાયરલ વીડિયોમાં 2 યુવકો એક મૃતદેહને રાપ્તિ નદીના પુલ પરથી નદીમાં ફેંકતા જોઈ શકાય છે. મૃતદેહને નદીમાં ફેંકનારા એક યુવકે પીપીઈ કીટ પહેરેલી છે અને આ ઘટના સિસઈ ઘાટ પર બનાવાયેલા પુલ ખાતેની હોવાનું જાણવા મળ્યું છે. આ વાયરલ વીડિયો 29 મેની સાંજનો […]
CBSE ધોરણ-12ની પરીક્ષા આખરે કેન્દ્ર સરકારે રદ કરી
આ વર્ષે યોજાનારી CBSE ધોરણ-12ની પરીક્ષા આખરે કેન્દ્ર સરકારે રદ્દ કરી દીધી છે. PM નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આજે યોજાયેલી બેઠકમાં આ મહત્વપુર્ણ લેવામાં આવ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બોર્ડની પરીક્ષા કરતા વિદ્યાર્થીઓનું આરોગ્ય આપણા માટે ઘણું મહત્વનું છે. 23 મેના રોજ, રાજ્યના તમામ શિક્ષણ પ્રધાનો અને મુખ્યમંત્રીઓ સાથે સંરક્ષણ પ્રધાન રાજનાથ […]