દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં મુકાય. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવા ઈનકાર કરી દીધો છે. તે સિવાય કોર્ટે અરજીકર્તા વ્યક્તિને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં લોકડાઉન લાગુ થયું ત્યાર બાદ અરજીકર્તાએ એમ કહીને અરજી દાખલ કરી હતી કે હાલ દિલ્હીમાં કંસ્ટ્રક્શન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે રોક લાગેલી છે તો આ પ્રોજેક્ટનું કામ શા માટે અટકાવવામાં ન આવ્યું. અરજીમાં લખ્યું હતું કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે. પરંતુ આજે જ્યારે હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો ત્યારે તેના પહેલા જ દિલ્હી સરકારે કંસ્ટ્રક્શન એક્ટિવિટી પરનો પ્રતિબંધ હટાવી લીધેલો હતો.
Related Articles
ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનને યુવાને તમાચા મારી દીધા
ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોનને આજે દક્ષિણ પૂર્વ ફ્રાન્સના એક નાના નગરની મુલાકાત વખતે એક માણસે મોં પર તમાચો મારી દીધો હતો. મેક્રોનને એક શખ્સ તમાચો મારે છે એવું દર્શાવતા ઓનલાઇન ફરી રહેલોવીડિયો સાચો હોવાની બાબતને મેક્રોનની કચેરીએ સમર્થન આપ્યું હતું. ટાઇન-ઇ- હેર્મિટેજ નામના નાના ટાઉનમાં એક હાઇસ્કુલની મુલાકાત પ્રમુખ મેક્રોને લીધી તે પછી તેઓ ટ્રાફિક […]
ભારતની કોરોના સામેની લડાઈમાં મદદ માટે 40થી વધુ દેશ તૈયાર
ભારતને 40થી વધુ દેશો તાત્કાલિક ઑક્સિજન સંબંધિત ઉપકરણો અને જરૂરી દવાઓ પૂરી પાડવા તૈયાર થયા છે. જેથી કોરોના મહામારીની બીજી લહેરની અસર ઘટાડવા મદદ મળી શકે. એમ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ ગુરુવારે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત તાત્કાલિક 550 જેટલા ઑક્સિજન પ્લાન્ટ, 4,000 ઑક્સિજન કૉન્સન્ટ્રેટર, 10,000થી વધુ ઑક્સિજન સિલિન્ડર અને 17 ક્રાયોજેનિક ઑક્સિજન […]
મુંબઇમાં પવન સાથે વરસાદ, બપોર સુધી એરપોર્ટ બંધ
તાઉતે વાવાઝોડાની અસર હવે મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. તેના પગલે આજે સવારથી જ મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને પવન ફૂંકાઇ રહ્યો છે. આ દરમિયાન મુંબઇ એરપોર્ટને ત્રણ કલાક માટે બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મુંબઇમાં બાંદ્રા-વર્સી સી લિંક પર પણ વાહનોની અવરજવર રોકી દેવામાં આવી છે. હાલ દક્ષિણ અને […]