ગુજરાતમાં મ્યૂકોરમાઈકોસસિસના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે તેની સારવાર માટે ઉપયોગી એવા એમ્ફોટેરિસીન ઈન્જેકશનની તંગીના કારણે દર્દીઓને હાલાકી ભોગવી પડી રહી છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને 17330 જેટલા ઈન્જેકશન ફાળવવામાં આવ્યા છે. આ ઈન્જેકશન દર્દીઓને જુદી જુદી સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે. ગુજરાતમાં દેશમાં સૌથી વધુ મ્યૂકોરમાઈકોસિસના 3504 જેટલા કેસો નોંધાયા છે. જયારે આ રોગથી ગુજરાતમાં 145 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.અમદાવાદમાં 850 કેસો, રાજકોટમાં 600 અને સુરતમાં 427થી વધુ કેસો નોંધાયા છે. રાજયના જુદા જુદા શહેરોમાં કોરોના બાદ ગેંગરીનના કેસો પણ જોવા મળી રહ્યાં છે. જેમાં દર્દીના શરીરમાં લોહીના ગઠ્ઠા જામી જવાના કારણે ગેંગરીન થતું હોવાનું જોવા મળી રહ્યું છે. એક તબક્કે દર્દીના પગ પણ કપાવવા પડે તેવી સ્થિતિ પેદા થાય છે. જો કે આ દર્દીઓ પણ ડાયાબિટિસનો શિકાર હોય તેવું પણ તબીબી સંશોધનમાં બહાર આવ્યુ છે. રાજકટોમાં ગેંગરીના દર્દીઓ વધી જવા પામ્યા છે.
