થોડા દિવસો પહેલા નક્સલવાદીઓ દ્વારા છત્તીસગઢનાં બીજપુર-સુકમા બોર્ડર પર મોટો હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 22 જવાનો શહીદ થયા હતા. ત્યારબાદથી નક્સલવાદીઓ વિરૂધ્ધ સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હવે આ શ્રૃંખલામાં, સુરક્ષા દળોને શુક્રવારે એક મોટી સફળતા મળી છે. મહારાષ્ટ્રનાં ગઢચિરોલીમાં પોલીસે ઓપરેશન હાથ ધરતા 13 નક્સલીઓને ઠાર માર્યા છે અને હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. ગઢચિરોલીનાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) સંદીપ પાટિલે મીડિયાને માહિતી આપી કે સવાર સુધી એન્કાઉન્ટરમાં ઓછામાં ઓછા 13 નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસ કાર્યવાહી સવારે 3.30 વાગ્યે એતાપલ્લીનાં કોટમી નજીકના જંગલમાં થઈ હતી. તમામ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકસલવાદીઓ વિરુદ્ધ આ કાર્યવાહી ધનટાદમાં ચાલી રહી છે, જે પોલીસની C-60 યુનિટ ચલાવી રહી છે. સંદીપ પાટિલે જણાવ્યું કે જંગલમાં મોટી સંખ્યામાં નક્સલવાદીઓ બેઠક માટે એકઠા થયા હતા. વિશિષ્ટ માહિતીનાં આધારે પોલીસ ટીમ અને C-60 કમાન્ડોએ સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન, બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ. ત્યાર બાદ પોલીસે જવાબી કાર્યવાહીમાં 13 નક્સલીઓને ઠાર માર્યા ગયા.
Related Articles
વેન્ટિલેટરનો ઉપયોગ નહીં થતાં વડા પ્રધાન મોદી નારાજ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં વડાપ્રધાન કાર્યાલય ઉપરાંત વિવિધ વિભાગોના અધિકારીઓ જોડાયા હતા. બેઠકમાં પીએમ મોદીએ ગામડાઓમાં ઘરે-ઘરે જઇને સર્વે અને ટેસ્ટ કરવા માટે જણાવ્યું છે. વડાપ્રધાને વેન્ટિલેટરોનો ઉપયોગ ન થવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. બેઠકમાં અધિકારીઓએ વડાપ્રધાનને દેશમાં કોવિડ સંબંધિત […]
એનસીપી નેતા અજીત પવારની પત્નીની સુગર મિલ જપ્ત
એક સમયના ભાજપના સાથીદાર ગણાતા શિવસેનાએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને એ સાબિત કરી બતાવ્યું હતું કે, રાજકારણમાં કંઇ પણ અશક્ય નથી. એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની વિચારધારામાં ઉત્તર દક્ષિણનો તફાવત છે તેમ છતાં તેઓ સાથે આવી ગયા. ભાજપ પણ અગાઉ વિચારધારાથી બિલકુલ વિપરીત પીડીપી સાથે જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવી […]
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની વિરોધી રેલી પર ગોળીબાર
અફઘાનિસ્તાનમાં તાલિબાનોને મદદ કરી રહેલ અને પંજશીર ખીણમાં તાલિબાનને મદદ કરવા માટે પોતાના ફાઇટર વિમાનો દ્વારા બોમ્બમારો કરાવનાર પાકિસ્તાનના વિરોધમાં અફઘાન રાજધાની કાબુલમાં આજે એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ સહિત સેંકડો લોકો આ રેલીમાં જોડાયા હતા અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. પાકિસ્તાન વિરોધી રેલીમાં જોડાયેલા લોકોએ પાકિસ્તાન મુર્દાબાદ, આઝાદી, અફઘાનિસ્તાન છોડો […]