તાઉતે વાવાઝોડાના કારણે સૌથી ઉર્જા વિભાગ સૌથી વધુ અસરગ્રસ્ત થવા પામ્યો છે. રાજ્યના ૯૬૮૫ જેટલા ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. તેમાંથી ઉર્જા વિભાગે ઝડપી કામગીરી કરીને ૫૪૮૯ ગામમાં વીજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો. તેમ છતાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સેંકડો ગામમાં હજુ પણ વીજ પુરવઠો ખોરવાયેલો છે. તે સાથે વાવાઝોડામાં વૃક્ષ પડવાથી કે જળબંબાકાર થવાના કારણે ૯૫૯ રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયા હતા. ૮૯૯ જેટલા રસ્તાઓ માર્ગ-મકાન વિભાગ દ્વારા કામગીરી કરીને ખોલી દેવાયા હતા.
Related Articles
એક જ સપ્તાહમાં ધો. 6 થી 8ના વર્ગો શરૂ કરવાની જાહેરાત
રાજ્ય ધોરણ 6 થી 8ના વર્ગો ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગે કોર કમિટીમાં વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું થયું છે, ત્યારે હવે ટૂંક સમયમાં જ ધોરણ 6 થી 8ના વર્ગો શરૂ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે, એવું રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારના […]
પ્રોફેસર મકવાણાને સંશોધન માટે ગુજકોસ્ટની 22લાખની ગ્રાન્ટ
છેલ્લા 2 દશકથી વાયરલેસ ટેક્નોલોજીનો વિકાસ સમાયાંતરે વધી રહ્યો છે. આગામી સમયમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીની 5મી જનરેશનથી (5જી) કૃષિથી લઈને તમામ પ્રકારના ઔદ્યોગિક ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન જોવા મળશે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની (જીટીયુ) ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના (જીસેટ) પ્રોફેસર ડૉ. ગૌતમ મકવાણા દ્વારા 5જી એન્ટેના વિકસાવવામાં આવનાર છે. જેનાથી સ્વદેશી 5જી ટેક્નોલોજીના વિકાસ થકી […]
બે દિવસનું ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
આવતીકાલ તા.27મી સપ્ટે.થી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહયુ છે. જેના પગલે વિધાનસભા સંકુલના ફરતે સલામતી વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર વખતે ભાજપ સરકારની નિષ્ફળતા , જામનગર, રાજકોટ અને જુનાગઢમાં અતિવૃષ્ટિ તેજમ તૌકતે વાવાઝોડાની પણ બાકી સહાય, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વ્રારા નવી ભાજપ સરકારને […]