રૂ. 322.5 કરોડના ખર્ચે ઑક્સિકેર સિસ્ટમ્સના 1,50,000 એકમો મેળવવા માટે પીએમ-કેર્સ ફંડે મંજૂરી આપી છે. ડીઆરડીઓએ વિક્સાવેલી આ એક સવ્રગ્રાહી સિસ્ટમ છે જે દર્દીઓને અપાતો ઑક્સિજનને એમના એસપીઓટુ લેવલ્સને પારખીને એના આધારે નિયંત્રિત કરે છે. આ સિસ્ટમને બે રૂપરેખામાં વિક્સાવાઇ છે. મૂળ આવૃત્તિમાં 10 લિટરનું એક ઑક્સિજન સિલિન્ડર, એક પ્રેસર રેગ્યુલેટર કમ ફ્લો કન્ટ્રૉલર, એક હ્યુમિડિફાયર અને એક નૅઝલ કેન્યુલા હોય છે. ઑક્સિજનના પ્રવાહને એસપીઓટુ રિડિંગ્સના આધારે હાથ વડે નિયંત્રિત કરવામાં આવે છે. જ્યારે ઇન્ટેલિજન્ટ કન્ફિગરેશનમાં મૂળ આવૃત્તિ ઉપરાંત એક લૉ પ્રેસર રેગ્યુલેટર, ઇલેક્ટ્રૉનિક કન્ટ્રૉલ સિસ્ટમ અને એસપીઓટુ પ્રોબ મારફત ઑક્સિજન આપમેળે નિયંત્રિત કરવાની સિસ્ટમનો સમાવેશ થાય છે.એસપીઓટુ આધારિત ઑક્સિજન કન્ટ્રૉલ સિસ્ટમ દર્દીના એસપીઓટુ લેવલના આધારે ઑક્સિજનના વપરાશને શ્રેષ્ઠ બનાવે છે અને અસરકારક રીતે પોર્ટેબલ ઑક્સિજન સિલિન્ડરના ટકાઉપણાને વધારે છે. સિસ્ટમમાંથી પ્રવાહ શરૂ કરવા માટે એસપીઓટુના આરંભિક મૂલ્યને આરોગ્ય સ્ટાફ દ્વારા ગોઠવી શકાય છે અને એસપીઓટુ લેવલ્સ પર સતત દેખરેખ રખાય છે અને સિસ્ટમ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે છે. રાબેતા મુજબ જઈને ઑક્સિજન માપવાની અને પ્રવાહ જાતે નિયંત્રિત કરવાની જરૂર જ ખતમ થઈ જાય છે. આનાથી આરોગ્ય સેવા આપનારાનો કાર્યભાર અને દર્દીઓ સાથેનો એમનો સંપર્ક પણ ઘટે છે અને એટલે ટેલિ-કન્સલ્ટેશન પણ સુગમ બને છે. આ સ્વયંસચાલિત પ્રણાલિ એકદમ એસપીઓટુ ઘટી જાય, જોડાણ તૂટી જાય એની તપાસ સહિતના વિવિધ નિષ્ફળતાના પરિપ્રેક્ષ્યમાં અનુકૂળ ઑડિયો ચેતવણીઓ પણ આપે છે. આ ઑક્સિકેર સિસ્ટમ્સનો ઘરે, ક્વોરન્ટાઇન સેન્ટર્સ, કોવિડ કેર સેન્ટર્સ અને હૉસ્પિટલ્સમાં ઉપયોગ કરી શકાય છે.
Related Articles
USથી 1,25,000 રેમડેસિવિર લઈને ભારત પહોંચ્યું વિમાન
અમેરિકાએ ભારતને મોકલેલી રેમડેસિવિરની 1,25,000 શીશીઓ સોમવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. આ કારણે રેમડેસિવિરની તંગીનો સામનો કરવામાં થોડી મદદ મળશે. આ તરફ કોરોના વાયરસના સંકટ વચ્ચે ઓક્સિજન પૂરો પાડવા ભારતીય વાયુસેનાએ પોતાની તમામ શક્તિ કામે લગાડી છે.આ તરફ ભારતીય વાયુસેનાના સી-17 એરક્રાફ્ટે 4 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર જર્મનીથી એરલિફ્ટ કરીને હિંડન એરબેઝ પર પહોંચાડ્યા હતા. તે […]
નહીં અટકે સેન્ટ્રલ વિસ્ટાનું કામ, અરજદારને એક લાખનો દંડ : હાઇકોર્ટ
દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં મુકાય. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવા ઈનકાર કરી દીધો છે. તે સિવાય કોર્ટે અરજીકર્તા વ્યક્તિને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે […]
દેશના કોરોનાના પ્રથમ દર્દીને ફરી કોરોના થયો
છેલ્લા દોઢ વર્ષથી દેશ કોરોનાના કપરાકાળમાંથી પસાર થઇ રહ્યો છે. કોરોનાના કારણે લોકોની જીવન શૈલી પર પણ માઠી અસર પહોંચી છે. સંભવીત ત્રીજી લહેરના ખતરાથી લોકો ડરી રહ્યાં છે ત્યારે જે દર્દીને દેશમાં પહેલી વખત કોરોના થયો હતો તેને ફરી વખત કોરોના થયો છે. વુહાન યુનિવર્સિટીમાં તબીબી ક્ષેત્રમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાન્યુઆરી મહિનામાં કોરોના થયો […]