કોરોનાના કપરાંકાળ વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજાર કરતા અનેક શખ્સો ઝડપાયાં છે. તો વળી અમદાવાદમાં ઓક્સિજનની કાળાબજારી કરતા ત્રણ શખ્સની ધરપકડ કરી પોલીસે 39 બાટલાઓનો જપ્ત કર્યા હતાં. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને 39 જેટલા ઓક્સિજનના સિલિન્ડરો જપ્ત કર્યા હતા. આ સિલિન્ડરો અંગે પૂછપરછ કરતા આ ઓક્સિજન સિલિન્ડરો ઊંચા ભાવે ગરજાઉ લોકોને વેચતા હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં પોલીસે આરોપી ઉર્વેશ મેમણ, તોફિક શેખ અને મોહમ્મદ શેખની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
