કોરોનાના ત્રીજા તબક્કાની ચેતવણી આપતા વૈજ્ઞાનિક સલાહકાર

સરકારે આજે જણાવ્યું કે કોરોના મહામારીનું ત્રીજું મોજું ‘અટલ’ છે, તેમ છતાં એના માટે સમયમર્યાદાની આગાહી ન થઈ શકે. આજે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓના પ્રેસ બ્રીફિંગ દરમ્યાન અધિકારીઓએ કહ્યું કે અત્યારે દેશ અનુભવી રહ્યો છે એવી વિકરાળતા સાથેના આટલા લાંબા કોરોનાનાં મોજાંની આગાહી થઈ ન હતી. કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવને કહ્યું કે વાયરસ ઊંચા પ્રમાણમાં ફરી રહ્યો છે એ જોતાં ત્રીજો તબક્કો અટલ છે પણ આ ત્રીજો તબક્કો ક્યારે આવશે એ સ્પષ્ટ નથી. આપણે નવા મોજાં માટે તૈયાર રહેવું જોઇએ કેમ કે વાયરસ સતત મ્યુટેટ થાય છે. યુકે અને ડબલ મ્યુટન્ટ જેવા નવા મ્યુટેશન સામે રસીઓ અસરકારક છે છતાં વાયરસ વધુ મ્યુટેટ થતાં રસીઓ પણ અપડેટ કરવી પડશે. રસી અને અન્ય પ્રકારની સ્થિતિ સંદર્ભમાં વ્યૂહરચનાઓમાં ફેરફાર માટે તૈયાર રહેવું જરૂરી છે. સરકારે કહ્યું કે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને યુપી સહિત 12 રાજ્યોમાં એક લાખથી વધારે સક્રિય કેસો છે. દૈનિક કેસો કર્ણાટક, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહારમાં વધી રહ્યા છે. સરકારે એમ પણ કહ્યું કે 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ પૉઝિટિવિટી રેટ 15% કરતા વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *