રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સુરતમાં રેમડેસિવિર ઇન્જેક્સનનું વિતરણ કરાયું હતું. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજીની સુનાવણીમાં સી. આર. પાટીલ અને રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવાં માટે વધુ સમયની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે હવે આ રીટની વધુ સુનાવણી ત્રણ સપ્તાહ બાદ હાથ ધરાશે.
Related Articles
ગુજરાતમાં ખાનગી ઓફિસમાં 50 ટકા જ સ્ટાફ હાજર રહી શકશે
ગુજરાત હાઈકોર્ટે કોરોના મહામારીના મામલે દાખલ કરેલી સુઓમોટો રીટમા સુનાવણી દરમ્યાન રાજય સરકારની ઝાટકણી કાઢી હતી. જેના પગલે આજે રાત્રે સીએમ વિજય રૂપાણીએ કોર ગ્રુપની બેઠક બાદ ફેસબુક લાઈવ દ્વ્રારા સરકારના નિર્ણયોની જાહેરાત કરી હતી. જેમાં સરકારી તેમજ ખાનગી ઓફિસોમાં 50 ટકા સ્ટાફ સાથે હાજરી આપવાની રહેશે , અથવા તો વારાફરતી હાજરી આપવાની રહેશે. લગ્ન […]
સૌરાષ્ટ્રથી કોરોના દર્દીની સેવા કરી સુરત આવતા યુવાનોના અકસ્માતમાં મોત
સૌરાષ્ટ્રથી કોરોના દર્દીઓની સેવા કરી પરત ફરતા સુરતના 3 યુવાનની કારનો વડોદરા નજીક અકસ્માત, ત્રણેયનાં ઘટનાસ્થળે મોત નેશનલ હાઇવે ઉપર કપુરાઇ ચોકડી પાસે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. કારચાલકને ઝોકું આવી જતાં કાર ડિવાઇડર કુદાવી રોંગ સાઇડમાં ટ્રક સાથે અથડાઈ,કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત વડોદરા શહેર બહાર પસાર થતા નેશનલ […]
હાર્દિક પટેલના પિતાનું કોરોનાને કારણે અવસાન
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના પિતા ભરતભાઈનું કોરોનાને કારણે અવસાન થયું છે. તેઓને કોરોનાની સારવાર માટે અમદાવાદના યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભરતભાઈ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા, હાર્દિકના કપરા સમયમાં પણ તેને સતત સાથે આપતા હતા. ભરતભાઈ પટેલના ગોતા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે. પુત્ર હાર્દિક પટેલ […]