મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે હાઇકોર્ટમાં એક રિટ પિટીશન દાખલ કરી મહારાષ્ટ્ર સરકાર તરફથી તેમની વિરૂદ્ધ કરવામાં આવતી કાર્યવાહી અટકાવવાની માગ કરી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે, રાજ્ય સરકાર તરફથી તેમના ઉપર કાર્યવાહી કરતી અટકાવવા માટે કોર્ટ ઉદ્ધવ ઠાકરેને આદેશ આપે. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 4 મેના રોજ રાખી છે. આ ઉપરાંત તેમણે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે સીબીઆઇ ગુનાહિત કાવતરાની તપાસ પણ કરે તેવી પણ માંગ કરી છે.
