બિહાર સરકારના મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહનું અવસાન થયું છે. તેઓ કોરોનાથી સંક્રમિત હતા અને સારવાર અંતર્ગત હતા. મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના અવસાનને લઈને દુખ વ્યક્ત કર્યું હતું. અગાઉ સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ સચિવ રવિ શંકર ચૌધરીનું કોરોનાના કારણે અવસાન થયું હતું. 1985ની બેચના આઈએએસ અધિકારી રહી ચુકેલા અરૂણ કુમાર સિંહ મુખ્ય સચિવ બન્યા તે પહેલા બિહારના વિકાસ અધિકારી હતા. આ વર્ષે જ તેઓ મુખ્ય સચિવ તરીકે નિયુક્તિ પામ્યા હતા. જાણવા મળ્યા મુજબ 15 એપ્રિલના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેમને પટના ખાતેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં શુક્રવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેબિનેટની બેઠક દરમિયાન મુખ્ય સચિવ અરૂણ કુમાર સિંહના અવસાનના સમાચાર જાણીને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કેબિનેટના સદસ્યોએ શોક વ્યક્ત કર્યો હતો. બિહારમાં અત્યાર સુધીમાં અનેક અધિકારીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
Related Articles
સેન્સેક્સ ઇતિહાસમાં પહેલી વખત 60હજાર પોંઇન્ટથી ઉપર બંધ
રોકાણકારોએ બૅન્કિંગ, ફાયનાન્સ અને ઑટો શૅરોમાં નીરસ વૈશ્વિક હવામાન છતાં લેવાલી ચાલુ રાખતા આજે મુંબઈ શૅરબજારના સેન્સેક્સે 60000ની સપાટી કૂદાવીને ઈતિહાસ રચ્યો હતો. 30 શૅરોનો સેન્સેક્સ 163.11 પૉઇન્ટ્સ એટલે કે 0.27% વધીને 60048.47ની સર્વોચ્ચ-સર્વકાલીન ઊંચી સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રા ડેમાં તેણે 60333ની ઑલ ટાઇમ હાઇ પિક બનાવી હતી. એવી જ રીતે એનએસઈનો નિફ્ટી ઈન્ડેક્સ […]
‘યાસ’ ચક્રવાતી વાવાઝોડામાં તબદીલ થઈ શકેઃ હવામાન વિભાગ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડું યાસ ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે અને તે 26 મે આસપાસ ઓડિશા તેમજ પશ્ચિમ બંગાળના દરિયા કાંઠે ટકરાશે.શનિવારે બંગાળની ખાડીમાં પૂર્વ-મધ્ય ભાગમાં તેમજ ઉત્તર અંદામાનમાં હવાનું હળવું દબાણ સર્જાયું હતું. દરેક વાવાઝોડું સૌપ્રથમ હવાના હળવા દબાણ તરીકે ઊભરતું હોય છે. ત્યારબાદ કોઈ વાવાઝોડું, કોઈ ચક્રવાતી વાવાઝોડા તરીકે પરિવર્તિત થાય […]
દેશના અનેક રાજ્યોમાં ડેલ્ટાનો સબ લાઇનેજ દેખાઇ રહ્યો છે
એવાય.૧૨ જે ડેલ્ટાનો સબ-લાઇનેજ છે અને ઇઝરાયેલમાં નવા કેસો સર્જી રહ્યો છે તે દેશના ઘણા રાજ્યોમાં દેખાઇ રહ્યો છે પરંતુ તેની સંખ્યાની ગાઢ તપાસ કરવાની જરૂર છે, એમ દેશના જિનોમ સિક્વન્સિંગ લેબોરેટરીઓના જૂથ એવા ઇન્સાકોગે પોતાના હાલના છેલ્લામાં છેલ્લા બુલેટિનમાં જણાવ્યું છે. ઇન્સાકોગે જણાવ્યું હતું કે ડેલ્ટા અને એવાય.૧૨ની કામગીરીની અસરમાં તફાવત જાણવા મળ્યા નથી […]