બેડ નથી, ઓક્સિજન નથી, ઇન્જેક્શનો નથી છતાં સરકાર સબ સલામતના દાવા કરી રહી છે. રાજ્ય સરકાર મૃત્યુઆંક સહિત આંકડાઓની સંખ્યામાં ઢાંકપીછાડો કરી રહી છે. ત્યારે શક્રવારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવતા આદેશ કર્યો હતો કે લોકોમાં વિશ્વાસ સંપાદીત થાય તે રીતે સાચા અને પારદર્શી રીતે આંકડા જાહેર કરવામાં આવે. રાજ્ય સરકારના અધિકારી કે કોઈ મંત્રી દ્વારા રોજે રોજ સાચી હકીકતથી લોકોને વાકેફ કરવામાં આવે.લોકોને સરકાર પર વિશ્વાસ રહ્યો નથી- સરકારની નિષ્ફળતાઓ અંગે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ધીરે ધીરે લોકોમાં જાગૃતતા આવી રહી છે. વધુમાં હાઇકોર્ટે આદેશ કર્યો હતો કે કોરોનાની સાચી સ્થિતિ અંગે રાજ્ય સરકાર રોજેરોજ પ્રજાને સાચી માહિતી ઉપલબ્ધ કરાવે, કઈ હોસ્પિટલમાં બેડની કેટલી ઉપલબ્ધિ છે, ઇન્જેક્શનની શું સ્થિતિ છે, સહિતની સાચી સ્થિતિ સરકાર દ્વારા બતાવવામાં આવે તે અંગે એક વેબ પોર્ટલ તૈયાર કરી, સમગ્ર માહિતી તેના ઉપર ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા આદેશ કર્યો છે. સાથે જ તા. 19 એપ્રિલ સુધીમાં આ વ્યવસ્થા સુનિશ્ચિત કરી તેનું સોગંદનામું રજૂ કરવા હાઈકોર્ટે જણાવ્યું છે. આ અંગેની ૨૦મી એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.
