વિશ્વના સૌથી મોટા ડીજીટલ ચલણ બિટકોઇનનો ભાવ આજે વધીને ફરીથી ૬૦૦૦૦ ડૉલરની સપાટી વટાવી ગયો હતો. ભારતીય સ્ટાન્ડર્ડ સમય પ્રમાણે આજે બપોર ૧૨.૧૦ વાગ્યે બિટકોઇન ૬૦૬૭પ.૮૭ પર ટ્રેડ કરતો હતો જે ૪.પ ટકા ઉંચો હતો, જ્યારે અન્ય ક્રિપ્ટોકરન્સી ઇથેરિયમનો ભાવ ૪.૭ ટકા વધીને ૨૧૭૩.૬૩ પર બોલાતો હતો. બિટકોઇનમાં સતત છ મહિનાથી ડબલ ડિજિટના રિટર્ન પછી ક્રિપ્ટો માર્કેટમાં ઉઠાપટક છેલ્લા કેટલાક સપ્તાહથી સર્જાઇ હતી. અલબત્ત, નિષ્ણાતો જણાવે છે કે ક્ષિતીજ પર હજી નોંધપાત્ર ગતિની નિશાનીઓ દેખાઇ રહી છે. વર્ષ ૨૦૧૭ દરમ્યાન, વિશ્વની સૌથી મોટી અને સૌથી જાણીતી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન ૭૭૭.૭૬ ડૉલર પર હતી અને તે વર્ષના અંતે તેનો ભાવ ૧૯૪૯૭.૪૦ ડૉલર પર બોલાતો હતો. આ વર્ષમાં અત્યાર સુધીમાં બિટકોઇનનો ભાવ ૧૦૪ ટકા ઉંચકાયો છે. ઐતિહાસિક આંકડાઓ સંકેત આપે છે કે કેલેન્ડર વર્ષનો બીજો ત્રિમાસિક ગાળો સામાન્ય રીતે બિટકોઇન અને ઇથરીયમ – એ બંને ડિજિટલ ચલણો માટે પોઝિટિવ કમાણીનો સમયગાળો હોય છે. વર્ષ ૨૦૧૧થી આ બીજા ક્વાર્ટરમાં બિટકોઇને સરેરાશ ૨પ૬ ટકા વળતર આપ્યું છે, જ્યારે કે ઇથેરિયમે ૨૦૧૬થી બીજા ક્વાર્ટરમાં સરેરાશ ૧૪૧ ટકા વળતર આપ્યું છે. ૨૦૧૮ના બીજા ક્વાર્ટરના અપવાદ સિવાય બિટકોઇને બીજા ક્વાર્ટરમાં હંમેશા પોઝિટિવ રિટર્ન આપ્યું છે. સંસ્થાકીય માગ અને અમેરિકામાં ૧.૯ ટ્રિલિયન ડોલરનું કોવિડ-૧૯ પેકેજ પસાર થયું તેણે માર્ચમાં બિટકોઇનને વધવામાં ઘણી મદદ કરી છે. જો કે સતત અપટ્રેન્ડ પછી થોડી અસ્થિરતા પણ સર્જાઇ હતી અને બિટકોઇનનો ભાવ ૪૦ ટકા પોઇન્ટ અને માસ ટુ માસના ધોરણે ૬૩ ટકા જેટલો ગગડી ગયો હતો જે હવે ફરી ઉંચકાવા લાગ્યો છે.
Related Articles
રવિવારે લદાખના કેટલાંક ગામોમાં અચાનક પૂર આવ્યું
લદ્દાખના કેટલાક ગામોમાં રવિવારે અચાનક આવેલા પૂરમાં એક પુલ અને ઉભા પાકને ઘણું નુકસાન થયું હતું. ત્યાં કૃત્રિમ તળાવ ફાટયા બાદ ઝાંસ્કર નદી અવરોધિત થવાથી સત્તાધીશોએ ચેતવણી આપી હતી.ડિસ્ટ્રીક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટી (ડીડીએમએ)ના મુખ્ય કાર્યકારી અધિકારી સોનમ ચોઝોરે જણાવ્યું હતું કે, શનિવારે રૂમ્બક ગામ નજીક કૃત્રિમ તળાવ ફાટયું હતું. જેના પરિણામે ઝાંસ્કર નદી અવરોધિત થઈ […]
ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 31,222 નવા કેસ
ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 31,222 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની કુલ સંખ્યા 3,30,58,843 થઈ ગઈ છે. તેમજ સક્રિય કેસ ચાર લાખથી ઓછા નોંધાયા છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું.સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાના કારણે વધુ 290 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક વધીને […]
રશિયન રસી સ્પુટનિક-વીને મંજૂરી માટે ભલામણ
ભારતની સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીની નિષ્ણાત પેનલે રશિયન કોવિડ-19 વેક્સિન સ્પુટનિક-વી ને અમુક શરતો સાથે ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ સરકારને કરી છે. આ સાથે જ દેશમાં ત્રીજી રસી ઉપલબ્ધ થવાની આશા બંધાઇ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની સબજેક્ટ એક્સપર્ટ કમિટી (એસઈસી) એ સોમવારે સ્પુટનિક-વી માટે કટોકટી ઉપયોગની મંજૂરી માંગતી ડો. […]



