રાજયમાં પ્રતિદિન કોરોનાના 14,000 કેસો આવી રહયા છે ત્યારે રાજય સરકારે લોકડાઉન ટાળીને તેના બદલે29 શહેરોમાં મીની લેકડાઉનનો આજથી કડકાઈથી અમલ શરૂ કરી દીધો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દૂધ , દવા , ફ્રૂટ જેવી આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો કે મોલ્સ કોમ. કોમ્પલેકસ સહિતના સેવાઓ બંધ રહેવા પામી હતી.આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં ગુજરાતના 29 શહેરોમાં મીની લોકડાઉનની ચર્ચા થવા પામી હતી. એટલુ જ નહીં રાજયના પોલીસ વડાને પણ તાકિદ કરાઈ હતી કે સરકારે અમલમાં મૂકેલા નિયંત્રણોનું અસરકારક રીતે પાલન થવુ જરૂરી છે, જેના પગલે કોરોના સંક્રમણની ચેઈન તોડી શકાય . રાજયમાં આજે 28મી એપ્રિલથી આ મીની લોકડાઉન અમલી બન્યુ છે. જે આગામી તા.5મી મે સુધી ચાલુ રહેશે.29 શહેરોમાં રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કફર્યુનો કડક હાથે અમલ કરાશે.
Related Articles
સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદ, ઓલપાડમાં ચાર ઇંચ
છેલ્લા સતત ત્રણ દિવસ જૂનાગઢ, જામનગર અને રાજકોટને ધમરોળ્યા બાદ હવે આજે વરસાદનું જોર ઘટવા સાથે એકલા સુરત જિલ્લામાં તેનું જોર જોવા મળ્યુ હતું. આજે રાત્રીના 8 વાગ્યા સુધીમાં રાજયમાં સુરતના ઓલપાડમાં 4 ઈંચ વરસાદ થયો હતો. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ જામનગર , રાજકોટ અને જુનાગઢમાં ખેતીને ભારે નુકાસન થવા પામ્યુ છે. અહીં પૂરના કારણો […]
તબીબી શિક્ષકોની 11 માંગણીઓ સ્વીકારતી રાજ્ય સરકાર
ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના હોદ્દેદારો અને રાજ્ય સરકાર વચ્ચે ઉચ્ચકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં તબીબી શિક્ષકોની ૧૪ જેટલી માંગણીઓ પૈકી ૧૧ માંગણીઓને મંજુર કરાઈ છે. કોરોનાના કપરા કાળમાં સરકારી તબીબો-પ્રાધ્યાપકોએ કરેલી મુખ્ય માંગણી NPA મંજૂર કરવાની હતી તે સાતમાં પગાર પંચ મુજબ તમામ સરકારી તબીબી શિક્ષકો માટે NPA મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સરકારી […]
ઉમરગામમાં કોસ્ટલ હાઇવે પર પાણી ભરાયાં
વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર ઉમરગામ પંથકમાં છેલ્લા ૮ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સોમવારે સવારથી જ સમગ્ર ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ૫૪ મીમી (બે ઇંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. ફલડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મોસમનો કુલ વરસાદ ૨૧૦૭ મીમી એટલે કે ૮૫ ઈંચ જેટલો […]