રાજયમાં પ્રતિદિન કોરોનાના 14,000 કેસો આવી રહયા છે ત્યારે રાજય સરકારે લોકડાઉન ટાળીને તેના બદલે29 શહેરોમાં મીની લેકડાઉનનો આજથી કડકાઈથી અમલ શરૂ કરી દીધો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ દૂધ , દવા , ફ્રૂટ જેવી આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો કે મોલ્સ કોમ. કોમ્પલેકસ સહિતના સેવાઓ બંધ રહેવા પામી હતી.આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં ગુજરાતના 29 શહેરોમાં મીની લોકડાઉનની ચર્ચા થવા પામી હતી. એટલુ જ નહીં રાજયના પોલીસ વડાને પણ તાકિદ કરાઈ હતી કે સરકારે અમલમાં મૂકેલા નિયંત્રણોનું અસરકારક રીતે પાલન થવુ જરૂરી છે, જેના પગલે કોરોના સંક્રમણની ચેઈન તોડી શકાય . રાજયમાં આજે 28મી એપ્રિલથી આ મીની લોકડાઉન અમલી બન્યુ છે. જે આગામી તા.5મી મે સુધી ચાલુ રહેશે.29 શહેરોમાં રાત્રીના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કફર્યુનો કડક હાથે અમલ કરાશે.
