બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,60,960 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3293 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 14,78,27,367 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
Related Articles
દોઢ કલાક સુધી ચાલી પીએમ મોદી અને યોગી આદિત્યનાથ વચ્ચે બેઠક
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠક પૂર્ણ થઇ ગઇ છે. આ મુલાકાત આશરે દોઢ કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત દરમિયામ મુખ્યમંત્રીએ તેમના ચાર વર્ષના કાર્યકાળનો રિપોર્ટ નરેન્દ્ર મોદીને સોંપ્યો છે. આ બેઠક દરમિયાન આવતા વર્ષે આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાન સભાની ચૂંટણી ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. […]
સુશિલ કુમારને હવે રેલવેએ નોકરીમાંથી સસ્પેન્ડ કર્યો
ઓલિમ્પિકમાં ભાગ લઈ ચુકેલા પહેલવાન સુશીલ કુમારની હત્યા કેસમાં ધરપકડ થયા બાદ હવે રેલવે દ્વારા પણ તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. એક અખબારી અહેવાલ પ્રમાણે સુશીલ કુમારની ધરપકડ સાથે જ તેના સસ્પેન્શનની તૈયારીઓ શરુ થઈ ગઈ હતી. મંગળવારે રેલવે દ્વારા તેના સસ્પેનશનની જાણકારી આપવામાં આવી છે. પોલીસની ધરપકડ બાદ તરત જ તેને નોકરી પરથી […]
અનિલ દેશમુખ વિરૂદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ
એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટે એનસીપી નેતા અનિલ દેશમુખ વિરૂદ્ધ લુકઆઉટ નોટીસ જારી કરી છે જેમણે આ વર્ષે એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીના પદેથી રાજીનામુ આપ્યુ હતું. 100 કરોડના મની લોન્ડરિંગ કેસના સંબંધમાં આ નોટિસ જારી કરાઈ છે, આ કેસના કારણે તેમને પોતાનો પદ છોડવાની ફરજ પડી હતી. દેશમુખને દેશ છોડીને જતા અટકાવવા લુકઆઉટ નોટીસ જારી કરાયુ છે, એમ […]