ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર છે, ચાલુ વર્ષે ચોમાસુ ગુજરાતમાં ૧૫થી ૨૦મી જૂન વચ્ચે બેસી જશે. તાઉતે વાવાઝોડાના કારણે દક્ષિણ – પશ્વિમ ચોમાસાનો કરંટ તૂટયો નથી એટલે કે તેને બ્રેક લાગી નથી.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અરબી સમુદ્રમાં અલ નીનો કે લા નીનોની કોઈ અર જોવા મળશે નહીં, એટલે કે દેશના મોટા ભાગના પ્રદેશમાં ચોમાસુ સામાન્ય રહેશે. હાલમાં ચોમાસાની સિસ્ટમનો કરંટ આંદામાન – નિકોબાર ટાપુ સુધી પહોંચી ગયો છે. રવિવારે અહીં હળવો વરસાદ થવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ ઉપરાંત ખાનગી વેધર ફોરકાસ્ટ કરતાં ગ્રુપ સ્કાયમેટ દ્વ્રારા પણ ચોમાસુ ૧૦૩ ટકા રહેશે તેમ જણાવ્યું છે.હવામાન વિભાગના અંદાજ પ્રમાણે દેશમાં ૯૬થી ૯૮ ટકા વરસાદ રહેશે.
